________________
૧૫૦
ખંડ ૪ થે
ઇવિજયજી ક્યા? તો કઈ પૂછતું: “ન્યાયવિજયજી કોણ છે?” વળી કોઈ બેલતું: આમાં “વિદ્યાવિજ્યજી કયા હશે ?”
બીજા દિવસે ભગુભાઈના વંડામાં જાહેર પ્રવચન ગોઠવાયું. હજારો માણસોની ભીડ જામી. પરંતુ વ્યાખ્યાન વખતે જ કેટલાક માણસે અનેક પ્રકારની ટીકાઓ કરવા લાગ્યા. રૂઢિપૂજકનો માટે સમૂહ વ્યાખ્યાનમાંથી ચાલતો થયો. પણ શ્રી. વિજયધર્મસુરિજીએ પિતાના પ્રવચનમાં ટીકાઓનું સુંદર રીતે સમાધાન કર્યું. પરિણામ એ આવ્યું કે બીજા દિવસના પ્રવચન વખતે હજારોની માનવમેદની ઉમટી આવી. અને પછી તે જનતાને આગ્રહ વધ્યો. રતનપોળ, શ્યામળાની પોળ, ઝાંપડાની પોળ, પતાસાની પોળ, ઝવેરીવાડ વગેરે ઘણું ઘણું મહલ્લાઓમાં દિન પ્રતિદિન જાહેર પ્રવચનો થતાં ગયાં ને ભાવિક જનતા એનો લાભ લેતી ગઈ.
એમ અમદાવાદને આંગણે બાર દિવસમાં તે વાતાવરણમાં અજબ સ્કુતિ આવી. આખા શહેરમાં શ્રી. વિજયધર્મસુરિ અને એમનાં શિષ્યોનાં પ્રવચનોની પ્રસંશા થવા લાગી. જનતા તે એમ જ કહેવા લાગી કે જે શ્રી વિજયધર્મસુરિ એમના શિષ્યમંડળ સાથે એક જ ચાતુર્માસ અમદાવાદમાં કરે, તો અમદાવાદના સમસ્ત જૈન સમાજની કાયાપલટ થઈ જાય. પરંતુ સમસ્ત સાધુમંડળી ત્યાં રહી શકે તેમ ન હતું કારણ કે પાલીતાણા પહોંચવાની તીવ્ર ઈચ્છા હતી. તેથી અમદાવાદથી સૌએ ભાવભીની વિદાય લીધી.