________________
અમદાવાદને આંગણે
૧૪૯
ત્યાંના ઉપાશ્રયો અમુક અમુક સાધુઓ માટે નિશ્ચિત થઈ ચૂકેલા છે. તે સાધુઓ વિના બીજા સાધુઓને તેમાં સ્થાન નથી હોતું અને તે ઉપાશ્રયના વ્યવસ્થાપક તે સાધુઓની આજ્ઞા વિના બીજાઓને તેમાં ઊતારે આપી પણ ન શકે.
શ્રી. વિજ્યધર્મસૂરિજીએ તે ગૃહસ્થને જવાબ આપ્યોઃ “આટલા મોટા શહેરમાં જેમ હજારો માનવીઓ આવે છે ને જાય છે તેમ અમે પણ કઈ ધર્મશાળામાં મુકામ કરીશું!”
બીજે દહાડે અમદાવાદના શાહપુરના કેટલાક ગૃહસ્થ આવી પહોંચ્યા અને તેમણે શ્રી. વિજયધર્મસૂરિજીને અમદાવાદને આંગણે શાહપુરમાં પધારવા માટે વિનંતિ કરી. તે વખતે શાહપુર અને સરસપુર અમદાવાદ શહેરના વાતાવરણથી અલિપ્ત ગણાતાં. આ બંને સ્થળોના ઉપાશ્રયમાં હજુ સુધી કઈ સાધુની મહેર છાપ લાગી ન હતી. તેથી ત્યાંન સંઘ શ્રી. વિજયધર્મસૂરિજીને ત્યાં પધારવા માટે આમંત્રણ કરી શકે તેમ હતું.
શ્રી. વિજયધર્મસૂરિજીએ એમની વિનંતિ માન્ય કરી. અને સર્વ સાધુમંડળી અમદાવાદને આંગણે આવી પહોંચી.
શાહપુરના જૈનસંઘે આ વિદ્વાન, પ્રભાવશાળી મુનિમંડળનું ભાવભર્યું સ્વાગત કર્યું અને સરઘસના સ્વરૂપમાં પાંચ છ કલાક બાદ શાહપુર આવી પહોંચ્યાં. ત્યાંના લેકોનો ઉત્સાહ અજબ હતે. કહેવાય છે કે અમદાવાદના જૈન ઇતિહાસમાં આવું અપૂર્વ સ્વાગત કઈ પણ સાધુનું થયું ન હતું.
લેકે સાધુઓને જોવા ઉત્સુક હતા. કેઈકે પૂછ્યું: “ આમાં