________________
૧૬ર.
ખંડ ૫ મે
જેમ બાણશય્યા ઉપર સૂઈને ભિષ્મ પાંડેને ઉપદેશામૃત પાયું હતું તેમ વિદ્યાવિજયના ગુરૂદેવ પણ મૃત્યુને બિછાનેથી ડે. લેવીને આત્માનાં અમૃત પાઈ રહ્યાં હતાં. આચાર્યશ્રીની હદયંગમ વાણી સાંભળી એમણે કહ્યું હતું
“આ વિશ્વમાં આવા પુરૂષનાં દર્શનનું સૌભાગ્ય આ પહેલી જ વાર મને સાંપડે છે. હું એમને મળ્યો ત્યારે તેઓ મૃત્યુશસ્યા ઉપર હતા. પણ મને થયું કે જે આદર્શ મુનિને મેં કમ્યા હતા, જેમનું સ્વમ નિહાળતો હતો તે આજ મુનિ હતા.'
ભાદરવા સુદ બારસના રોજ એમની માંદગીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. તેઓશ્રી તે મૃત્યુના ઓળાઓને ઓળખી ગયા હતા. સાચા સિદ્ધ પુર મૃત્યુને નહિ ઓળખે તે બીજું કોણ ઓળખશે ?
એમણે પોતે જ કહ્યું હતું. હવે બે દિવસની મુસાફરી બાકી છે.”
તેજ દિવસે તેમણે એક સાધુ હિમાંશું વિજયજીને બીજું કપડું તથા ચોળપદો લાવવાની આશા કરી. જૂનાં વસ્ત્રો મેલાં થઈ ગયાં હતાં તેથી બીજાં વસ્ત્રો માટે એમણે ઈચ્છા દર્શાવી હતી.
શિષ્ય એમની આગળ ઘાયેલાં છતાં જૂનાં વસ્ત્રો લાવી રજૂ કર્યા. એમણે એને ઉદેશીને કહ્યું:
અરે! બે દિવસ જ માટે કપડાં વાપરવાનાં છે. લેભ શા સારૂ કરે છે? વીંટીયામાંથી (પોટલીમાંથી) નવાં કાઢને !'
બારસની સાંજે ગુરૂદેવની સાથે વિદ્યાવિજ્યજી અને ઉપાધ્યાય ઇંદ્રવિજયજી પ્રતિક્રમણ કરી રહ્યા હતા. સ્તવન ચાલતું હતું. તે વખતે