________________
ગુરૂદેવને વિયેગ
૧૭
ફિલસુફની તત્વલીનતા ને ચિંતન સમાધિના વદને ઉંડા પડછાયા પથરાતા.
બુદ્ધિ વૈભવ છતાં અડગ શ્રદ્ધાવાન અતિય ગુરૂ છતાં સદાના શિષ્ણ, મહાતત્વ જ્ઞાની છતાં મેં એકાંતિક ભક્ત તમે હતા
સાદાઈ અને સરલતાની સૌમ્ય મૂર્તિ, ઉન્માદ ને અત્યાચારના અરિ હતા. અમારી નિભે કલ્યાણ કામનાવાળા, શિષ્યના નિરંતર હેતના લોભી, વિદ્યાથીઓની વાતના વિસામા હતા. બ્રહ્મચારીને બ્રહ્મચર્ય બોધતા, ગૃહસ્થાશ્રમીને ગાહ શીખવતા; પ્રેરણાથી પ્રકાશતી એ વાણી હતી. સાધુ સંતે એ સુણે સત્કારતા તમ વેણ.
કાલના આદિથી કવિઓ પુષના ગુણાનુવાદ ગાઈ રહેવા મથે છે, હજી નથી ખૂટયા એક મહાનુભાવ ગુરૂદેવની તે પછી ગુગીતા કેમ ગવાઈ રહે ? આયુષ્યની ઉજમાળ સ્મૃતિઓ કેને નથી સતાવતી ?