________________
ગુરૂદેવના અંગરક્ષક તરીકે
૧૫૫
મુંબઈની ધુળિયાની, ઇંદરની અને શિવપુરીની ગુદેવની માંદગીમાં વિદ્યાવિજયે અદ્ભુત સેવા બજાવી હતી.
મુંબઈમાં થી. વિજ્યધર્મસૂરિજી વધારે બિમાર પડ્યા ત્યારે એક વખત એમણે વિદ્યાવિજયને એકાંતમાં બોલાવીને કહ્યું:
વીરત્વ પ્રકાશક મંડળને તું બરાબર સંળાળજે.'
શ્રી. વિજયધર્મસુરિજી જ્યારે જ્યારે માંદા પડતા ત્યારે ત્યારે કઈ પણ જાતની દવા કે પથ્ય લેવા ના પાડતા. પરંતુ વિદ્યાવિજય આવીને વિનવે એટલે તરતજ ગમે તેવા આગ્રહને છેડી તે સ્વીકારી લેતા.
કેટલીક વખત એમ પણ બનતું કે દાકતર દવા આપતા હોય અને તે વખતે જે વિદ્યાવિજ્યજી પાસે ન હોય તો તેઓ કહેતાઃ “વિદ્યાવિજયને આવવા દ્યો.”
મતલબ કે ગુરૂદેવ હમેશાં, એમ ચાહતા કે પોતાની બિમારી વખતે વિવાવિજય એમની સાનિધ્યમાં હોવો જ જોઈએ.
શ્રી. વિધર્મસુરિજીએ આખા કાઠિયાવાડમાં ભ્રમણ કર્યું. ત્યાંથી મુંબઈ ગયા. એ બધે સ્થળે વિદ્યાવિજ્યજી સાથે જ રહ્યા, અને દરેક જાહેર પ્રવૃત્તિમાં, ગુદેવની આજ્ઞાથી આગેવાની ભર્યો ભાગ લીધો. ભાવનગર, અમરેલી, જામનગર, મોરબી, વાંકાનેર ખંભાત, સુરત અને મુંબઈ આદિમાં વિજયધર્મસુરિજીની લેકોપકારી પ્રવૃત્તિઓ અપાર હતી. આ બધી યે પ્રવૃત્તિમાં વિદ્યાવિજયને તો આજ્ઞા હોય જ. મુંબઈનું પ્રસિદ્ધ જૈન સ્વયંસેવક મંડળ, એ પણ શ્રી. વિજયધર્મસૂરિજીની આજ્ઞાપૂર્વક, શ્રી. વિદ્યાવિજયજીના પરિશ્રમથી સ્થાપન થયેલું મંડળ છે.