________________
ઉદયપુરનું અભુત ચાતુર્માસ
૧૩૯
દાનવીરો, કર્મવીરે, અને ધર્મવીરોની કીર્તિધ્વજા આજ પણ જાણે દૂર દૂર ફરફરી રહી છે.
સાધુમંડળીએ મેવાડની યાત્રા કરવાનો નિશ્ચય કર્યો અને રાણકપુર જેવા મહાતીર્થની યાત્રા કરી મેવાડની ધરતી પર પગ મૂક્યા.
ઉદયપુરમાં ગુરૂદેવનાં અને શિષ્યનાં કેટલાંય પ્રવચનો થયાં. ત્યાં શ્રીસંઘે આ સાધુ મંડળી ઉપર અપૂર્વ ભકિતભાવ પ્રદર્શિત કર્યો. અને ચાતુર્માસ ત્યાં જ કરવા માટે આગ્રહ કર્યો, પરંતુ સાધુમંડળી ન રોકાઈ શકી.
લગભગ પાંચસો ભાઈ ઓંના કેસરિયાજી સુધી સાથે આવ્યા. અને એમણે પોતાને આગ્રહ ચાલુ રાખ્યો.
એક દહાડે ઉદયપુરથી આવેલા સમસ્ત સંઘે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ઉદયપુર પાછા પધારવાનું મંજુર કરવામાં નહિ આવે, ત્યાં સુધી અમે ભોજન નહિ કરીએ. એટલું જ નહિ પણ ત્યાંના આગેવાન ગૃહસ્થાએ ગુરૂદેવના ચરણમાં પોતાની પાઘડીઓ ઉતારી મૂકી.
ગુરૂદેવનું દયાળું હૈયું દ્રવી ઉઠ્યું. એમનાથી આ દશ્ય ન જેવું ગયું. આ કરૂણ પ્રસંગે સૌનાં હૈયાં હચમચી ઉઠ્યાં. તે દિવસે આહારના સમયે ગુરૂદેવે બધા સાધુઓને ઉદેશીને કહ્યું:
“ ભાઈ! આપણે તો સાધુઓ-પરિવ્રાજકો. આપણે બીજું શું કરવું છે? ગુજરાત શું અને કાઠિયાવાડ શું ? મારવાડ શું અને માળવા શું ? જ્યાં ધર્મની ઉન્નતિ થાય ત્યાં રોકાઈ જવું.' એ જ આપણો ધર્મ. મન ચંગા તે કથરોટમાં ગંગા. મનમાં ભક્તિભાવ છે તો જ્યાં જોશો ત્યાં તમને સિદ્ધાચળનાં જ દર્શન થશે. તીર્થયાત્રા કરતાં યે સાધુઓને