________________
૧૪૨
ખંડ ૪ થે
મેક તે ત્યાં પણ ઘરના તમામ માણસોને ઝેર ચઢયું હતું.
તબીબી તપાસને અંતે માલમ પડ્યું કે તે ગૃહસ્થના ઘરના લોટમાં સેમલ–શંખિયે હતો.
આ શંખિયે ક્યાંથી આવ્યો? કોણે નાંખે ? વગેરે પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા.
ધર્મના પ્રભાવથી-ગુરૂદેવની કૃપાદૃષ્ટિથી તે ઘરના પણ બધા બચી ગયા. પણ ગુરૂદેવને તે ઝેરની અસર વધારે વખત લગી રહી. પરંતુ ઉદયપુરના સંધની અપૂર્વ ભક્તિ, તબીબેના ઈલાજે અને પરમાત્માની દયાથી આ ભયંકર સંકટ દૂર થઈ ગયુ.
ઝેર સંબંધી તે એવી વિગતે જાણવા મળી હતી કે બે ગૃહસ્થને પરસ્પર વેર હતું, અને એક બીજાના વિનાશ માટે આ પાપ આદર્યું હતું. તેમાં નિર્દોષ ધર્મગુરૂ પણ એને ભેગા થઈ પડે એવી સ્થિતિ આવી ગઈ હતી. પણ પ્રભુ રહે તેને કોણ ઈજા કરી શકે એમ છે ?
ઉદયપુરમાં, બનારસ પાઠશાળાના વિદ્યાર્થીઓના વડીલ શાન્ત પ્રકૃતિના માસ્તર હર્ષચંદ્ર ભૂરાભાઈની દીક્ષાને ઉત્સવ અદ્ભુત થયો હતો. આ ઉત્સવમાં ગુરૂદેવના ઇટાલીયન શિષ્ય ડો. એલ. પી. સીરીએ પણ હાજરી આપી હતી. શ્રી. હર્ષચંદ્રભાઈનાં માતાજીએ સ્વયં ઉત્સવમાં હાજર થઈ, પોતાના પુત્રને કલ્યાણના માર્ગ તરફ જવાની આશીષ આપી હતી.
ઉદયપુરમાં શેઠ રેશનલાલજી ચતુર, શેઠ મોડીલાલજી મારવાડી, શેઠ મગનલાલજી પુંજાવત વગેરે અનેક ગૃહસ્થોએ શ્રી વિજયધર્મસૂરિ અને તેમની સાધુમંડળીની અનન્ય ભાવથી સેવા કરી હતી, તેમ જ ધર્મની ઉન્નતિનાં કાર્યોમાં પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.