________________
૧૪.
ખંડ ૪ થે
માટે તે સંયમયાત્રા અતિ મહત્વની છે. જૈન સંઘના આગેવાનોનો ભક્તિભાવ તમને નથી આકર્ષતો? કેટલાક લોકે ધર્મથી વિમુખ બની જશે. એનું પાપ આપણને નહિ લાગે ? જ્યાં સેંકડે સાધુ-સાધ્વીઓ વિચરે છે ત્યાં થોડું મેણું પહોંચાશે તો શું બગડી જવાનું છે?”
ગુરૂદેવને ખબર હતી કે કેટલાક સાધુઓને ગુજરાત જવાની તાલાવેલી લાગી છે. એટલે એમણે પોતાને જે કંઈ કહેવું હતું તે સંભળાવ્યા પછી કહ્યું
જેમને ગુજરાત જવું હોય તેઓ જઈ શકે છે. હું ઉદયપુરમાં જ ચોમાસું કરીશ.”
સોળ સાધુઓમાંથી આઠ સાધુઓએ ગુજરાત ભણી પ્રસ્થાન કર્યું અને બાકીનાઓએ ગુરૂદેવની સેવામાં ઉદયપુર જવાનો નિર્ણય કર્યો.
ઉદયપુરના સંઘને આનંદ માતો ન હતો. આમ ગુરૂદેવની સાથે એ સાધુમંડળીએ સં. ૧૯૭૧નું ચાતુર્માસ ઉદયપુરમાં કર્યું.
આ ચાતુર્માસ ભારતીય જૈન ઇતિહાસમાં ઉલ્લેખનીય બની ગયું. કારણ કે તે વખતે જૈન શ્વેતામ્બર સમાજના ત્રણે ફીરકાના આચાર્યોના ચાતુર્માસ ઉદયપુરમાં થયાં હતાં. મૂર્તિપૂજક સંપ્રદાયના આચાર્ય ગુરૂદેવશ્રી વિજયધર્મસૂરિજી મહારાજ, સ્થાનકવાસી સંપ્રદાયના શ્રી લાલજી મહારાજ અને તેરાપંથીના આચાર્ય શ્રી કાલુરામજી ત્રણને મુકામ ત્યાં હતો. તે સિવાય શ્રી શંકરાચાર્યજીનું ચાતુર્માસ પણ આ વર્ષે ઉદયપુરમાં થયું હતું. ત્યારે સંપ્રદાયના ચારે આચાર્યોનું ચાતુર્માસ એક જ સ્થળે એક જ સાથે થવું એ પ્રસંગ ઘણે અદ્દભુત હત-અદ્વિતિય-હત અપૂર્વ હતો.