________________
પ્રતિજ્ઞાની પૂર્ણતા
૧૫
સૌને આશ્ચર્ય લાગતું કારણ કે વિદ્યાવિજયજીનાં જીવનનું પરિવર્તન આશ્ચર્ય પમાડે એવું હતું.
જગતનાં પ્રલોભનોને ત્યાગી સંયમ અને ત્યાગને માર્ગ ગ્રહણ કરનારા માનવીઓ વિરલ હેય છે. વિદ્યાવિજયજી પણ એ પૈકીના એક વિરલ પુરૂષ હોય એમ સૌ ગામવાસીઓએ અનુભવ્યું.
ગામલોકોએ આનદેત્સવ ઉજવ્યો. સાધુઓને સત્કાર કર્યો. પિતાનાં વતનનાં મઘા રતન સમા વિદ્યાવિજયજીનાં આગમનને સૌએ નેહથી–અંતરના ઉમળકાથી વધાવી લીધું.
શ્રી. વિજયધર્મસૂરિજી અને વિદ્યાવિજયજીનાં ત્યાં પ્રવચન થયાં. સૌના આત્માએ સંતોષ અનુભવ્યા.
દેહગામથી બે ત્રણ માઈલ દૂર વિદ્યાવિજયજીની બહેનનું ગામ હતું - હરજીનું મુવાડું'. ન તો હતી નહિ પણ બનેવી અને ભાણેજના આગ્રહથી વિદ્યાવિજયજી ત્યાં પણ એક દિવસ જઈ આવ્યા.
આખું દેહગામ ઈચ્છતું હતું કે વિદ્યાવિજ્યજી જાતે ગોચરી માટે નીકળે અને પ્રત્યેક ઘરને લાભ આપે. સાધુ થયે નવ નવ વર્ષ વીત્યાં હતાં અને પ્રત્યેક ગામમાં વિદ્યાવિજયજી ભિક્ષા માટે જાતે જતા; પણ આ તે પિતાનું વતન હતું. અહીંના પ્રત્યેક ઘર સાથે એમને પૂર્વ પરિચય હતે. બાલ્યકાળની શરમાળ પ્રકૃતિ અત્યારે પુનઃ જાગૃત થઈ. એમનાં હૈયામાં મંથન જાગ્યું. એમને સાધુના વેષમાં પિતાના ઘરમાં પ્રવેશ કરતા જોઈ મામા મામી, માસા માસી, બહેને મિત્રો બધાનાં હદય ભરાઈ આવશે એમ પણ વિદ્યાવિજયજીને લાગ્યું
મુ. ૧૦