________________
૧૪૪
ખંડ ૪ થે
ગુજરાતમાં સૌથી પ્રથમ દેહગામમાં જવાનું હતું અને દેહગામ એટલે તે વિદ્યાવિજયજીની માતૃભૂમિ.શ્રી. વિજયધર્મસુરિજી વારંવાર સૌ શિષ્યોને ઉધતાઃ “નિર્ભય વેષમાં ભય કયી વાતને ?”
ઇડરથી પ્રાંતીજ થઈ સૌ સાધુમંડળી દેહગામ આવી પડેચી. વિવાવિયજી બાર વર્ષે પિતાના વહાલાં વતનમાં પગ મૂકતા હતા.
આજથી અગિયાર વર્ષ પૂર્વે એમણે વહાલા વતનમાંથી ભારે હૈયે વિદાય લીધી હતી. તે વખતે હૈયામાં પ્રતિજ્ઞા કરી હતી. કે કાં તો શ્રીમંત થઈ દેહગામ આવીશ અથવા તે સાધુ થઈને.'
આજે એમના હૈયામાં આનંદ હતો-ઉત્સાહ હતો. અંગયાર અગિયાર વર્ષના ગાળા પછી પોતે સાધુ બનીને દેહગામની ધરતી ઉપર પગ મૂકતા હતા અને તે પણ પોતાના યોગમૂર્તિ સમા પરમ ગુરૂદેવ વિજ્યધર્મસૂરિ મહારાજની છત્રછાયામાં રહીને.
પિતાની પ્રતિજ્ઞા આજ પૂર્ણ થતી હતી અને એ એમના આત્મા માટે સંતોષની વાત હતી.
વતનનો પ્રેમ ક્યા માનવીનાં હૈયામાં નથી હોત? જે વતનની કુંજમાં વિદ્યાવિજ્યજી ખેલ્યા, રમ્યા, ભણ્યા-ગણ્યા તેજ વતનની કુંજનાં સ્મરણો આજ એમનાં હૈયામાં જાગી ઊઠ્યાં. આજથી અગિયાર વર્ષ પહેલાંને એક સામાન્ય જુવાન આજ સાધુતાના વાઘા સજી આવ્યો હતે. આત્માને તેજનાં પરિધાન પહેરાવી આવ્યો હતો. પ્રાણમાં જ્ઞાનનાં પરાગ ભરીને આવ્યો હતો. વતનવાસીઓનાં હૈયાં એને જોઈ આનંદહિલેળે ચડે એમાં શી નવાઈ !