________________
૩૪.
ખંડ ૧ લે
દહેગામમાં જે શ્રીપૂજ્ય રહેતા તેમનું નામ “ચુનીલાલજી” હતું. એમનું યતિ તરીકેનું નામ “ચંદ્રસિંહ સૂરિ ” હતું,
અમથાલાલ એ યતિ પ્રત્યે સારે ભકિતભાવ દર્શાવતા. સાઠંબાથી જ્યારે અમથાલાલ દહેગામ આવતા ત્યારે શ્રીપૂજ્યનાં દર્શન અવશ્ય કરતા.
શ્રીપૂજય પોતે વિદ્વાન પણ હતા અને એમનો સ્વભાવ શાંત અને વિનમ્ર હતો.
એક પ્રસંગે હિમ્મતવિમલજી નામના એક સાધુ દહેગામ પધાર્યા હતા. અમથાલાલ એમનાં દર્શને ગયા અને તેમને સાઠંબા પધારવા વિનંતિ કરી હતી. પરિભ્રમણ કરતાં કરતાં હિમ્મતવિમલજી સાઠંબા આવી પહોંચ્યા. રાતનો સમય હતો.
ગામ બહાર આવેલા એક શિવમંદિરમાં તેમણે પિતાને મુકામ કર્યો.
સાઠંબાની ધરતી ઉપર એક ત્યાગી જૈન સાધુના પગલાં પડવાને આ પહેલો જ પ્રસંગ હતો. એમના આગમનને જૈનોએ અંતરના ઉમળકાથી વધાવી લીધું હતું. જાણે સાઠંબાને આંગણે સોનાનો સૂરજ ઊગે. પ્રજા કલ્યાણક મુનિરાજનાં પગલાં પડે ત્યારે ભાવિક ભક્તોનાં અંતર આનંદથી જરૂર નાચી ઊઠે છે.
સવારમાં ગામમાં એક વાત ફેલાઈ. લોકો તો સાંભળીને ચકિત થયા. ઘર ઘરમાં મુનિરાજના ચમત્કારની–એમના પ્રભાવની વાતો થવા લાગી.
સૌ કાઈ કહેતું:
“રાતના મુનિમહારાજ પાસે વિકરાળ સિંહ આવ્યો હતો અને એમને વંદન કરીને ચાલ્યો ગયો હતો.