________________
ખંડ બીજો
જણાવતા. પણ સૌ વિદ્યાર્થીઓએ પોતાનું કર્તવ્યપાલન સમજી ડેલી ઉઠાવવાનો કમ ચાલુ રાખ્યો હતે.
ગુરૂજીની તબિયત સારી થયા બાદ ડેલીને વિદાય આપવામાં આપી.
એક દિવસ બહેચરદાસને એવી ઈચ્છા થઈ કે ઘડો ખરીદવામાં આવે તો સારું. ઘોડે ચઢવાનો શોખ તેમને નાની ઉંમરથી હતો જ અને પછી તો રસ્તે ચાલતાં જે કઈ ઘોડાવાળો મળે તેને બહેચરદાસે પૂછવા માંડયું: “ધેડા વેચવો છે ?'
આવા પ્રદેશમાં ઘડા ઉપર મુસાફરી કરનાર કદીએ ઘોડે ન જ વેચે. પણ એ વિચાર તે વખતે બહેચરદાસને ન આવ્યો. કેટલાક ઘડાવાળા જવાબ જ ન આપતા અને કેટલાક તિરસ્કારયુક્ત વાણી ઉચ્ચારતા.
એક દિવસ એવું બન્યું કે એક માણસ ઠીંગણ અને કપા ટ૬ ઉપર બેસીને પસાર થતા હતા. બહેચરદાસે તેને પૂછયું :
ઘડે વેચવાને છે ?” - તેણે પણ વિલંબ કર્યા વિના જ જવાબ આપેઃ “હા.”
અને પછી તો એની અગિયાર રૂપીયા કિંમત પણ નક્કી થઈ. અને બહેચરરસે અગિયાર રૂપીઆ ગણી આપ્યા એટલે એ માણસ પિતાને માર્ગે પડ્યો.
બહેચરદાસને મશ્કરી કરતાં માથે પડયું. અને પછી તે બધા વિદ્યાર્થીઓએ એક પછી એક ટટ્ટ ઉપર બેસવાનું શરૂ કર્યું.