________________
૧૩૨
ખંડ ૪ થી
પાડાનું પૂછડું પકડયું તે પકડયું” તે પ્રમાણે મારવાડી પ્રજા પણ લીધેલી જીદ કદી મૂક્તી નથી.
મારવાડમાં બે ચાતુમાસ થયાં-એક ખ્યાવરમાં અને બીજું શિવગંજમાં.
તે દિવસોમાં આબુનાં જૈન મંદિરોમાં અંગ્રેજો જોડા પહેરીને જતા. તે સામે પ્રબળ વિરોધ જાગ્યો હતો. જેના સમાજની બે મોટી સંસ્થાઓ “આણંદજી કલ્યાણજીની પેઢી' તથા
જૈન વેતાંબર કોન્ફરન્સ' આબુ તીર્થની આશાતના દૂર કરવા માટે પ્રયત્ન આદરી રહી હતી. ચાળીસ ચાળીસ વર્ષોની અપાર મહેનત કરવા છતાં એમાં સફળતા મળી ન હતી. ગુરૂદેવે આ કાર્ય હાથમાં લીધું.
તેઓ જાતે “એ. જી. જી. ને મળ્યા. વિલાયતમાં ખાસ અધિકાર ધરાવનારાઓ સાથે પત્રવ્યવહાર કર્યો. એ પછી ડૉ. એફ. ડબલ્યુ થોમસ મુખ્ય હતા. તે લોકોની સહાનુભૂતિ અને સહકારથી ગુરૂદેવની મહેનત સફળ થઈ. જોડા પહેરીને અંગ્રેજો મંદિરમાં પ્રવેશતા એ વાત સદા માટે બંધ થઈ.
ખ્યાવરમાં પદવી-પ્રદાનનો ઉત્સવ સુંદર રીતે ઉજવાયો. ઈતિહાસના પ્રખર વિદ્વાન શ્રી. ઇંદ્રવિજ્યજી મહારાજને “ઉપાધ્યાય” ની પદવી અને શ્રી. મંગળવિજયજી મહારાજને પ્રવર્તકની પદવી એનાયત કરવામાં આવી. આ પ્રસંગે બનારસ પાઠશાળામાંથી નીકળેલા પં. હરગોવિંદદાસના ભાઈ શ્રી વૃદ્ધિલાલને પણ દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ વિશાળવિજ્યજી રાખવામાં આવ્યું.
જોધપુર ખાતે અપૂર્વ જૈન સાહિત્ય સંમેલન ભરાયું હતું. આ સંમેલનનું પ્રમુખસ્થાન કલકત્તા સંસ્કૃત કેલેજના પ્રિન્સિપાલ, મહામહ