________________
૧૩૪
ખંડ ૪ થી
ગુરૂદેવ અને વિદ્યાવિજયજી એને સૂતી વખતે પિતાની સાથે સુવાડતા. તે પણ એક દિવસ અડધી રાતે એ ઊઠીને ચાલતો થયો. એની શૈધને માટે માણસો દોડાવ્યા, પોલીસે તપાસ કરી પણ પત્તો ન લાગ્યો. એક જેઠમલ નામના માણસને ઊંટ ઉપર બેસાડીને દૂર દૂર એની શોધ કરવા મોકલ્યો. ત્રીજે દિવસે ઊંટવાળો જ એકલો પાછો આવ્યો. તેને જોઇને વિદ્યાવિજયજીએ પૂછયું: “ભાઈ ! સાધુની ભાળ મળી ?”
તેણે કહ્યું: “ને છે !' વિદ્યાવિજયજીએ પૂછયું: “તારી સાથે જેઠમલજી હતા તે ક્યાં છે ?'
ઊંટવાળાએ કરૂણાભર્યા અવાજે ઉત્તર આપ્યોઃ “એમને તે સિરોહી રાજ્યના બહારવટિયા પકડીને પહાડોની ગુફામાં લઈ ગયા છે.”
એક તે મૃગેન્દ્રવિજયની ચિંતા માથા ઉપર હતી ત્યાં આ બીજી ઉપાધિ ઊભી થઈ. ગુરૂદેવને તે ઘણી ચિંતા થવા લાગી.
રાજપૂતાનાના એ. જી. છે. ગુરૂવર્યને મિત્ર હતા-ભક્ત હતા. તેમને ગુરૂદેવે તાર કરી જણાવ્યું: “મારા સાધુને શોધવા ગયેલા જેઠમલજી નામના ગૃહસ્થને સિરોહી રાજ્યના બહારવટિયા પકડી ગયા છે. તેને છોડાવવા માટે આપ આપનાથી બને તેટલી કોશીષ જરૂર કરે.'
હકીકત એમ જાણવા મળી હતી કે સિરોહીના દરબારે ત્રણ જાગીરદારોને હિરાસતમાં લઈ લીધા હતા અને આ જ કારણે કેટલાક લેકે બહારવટે નીકળી પડયા હતા. જે તે જાગીરદારોને મુક્ત કરવામાં આવે તે બહારવટિયા બહારવટું છોડી મૂકે અને જેઠમલ છુટીને પાછો આવે.