________________
મારવાડ
૧૩૩
પાધ્યાય ડૉ. સતીશશ્ચંદ્ર વિદ્યાભૂષણે લીધું હતું. એમાં જોધપુર રાયે પણ સારો સહકાર આપ્યો હતો.
જોધપુરમાં જર્મનીના જૂના ને જાણીતા જૈન વિદ્વાન ડો. યકેબી ગુરૂદેવને મળવા અને જૈન ધર્મ વિષે વિશેષ અનુભવ પ્રાપ્ત કરવા આવ્યા હતા.
જોધપુર આવતાં પહેલાં અજમેરમાં સ્થાનકવાસી જૈન ભાઈઓની એક સભામાં એ વિદ્વાને મૂર્તિ-પૂજાનું ખંડન કરી તેમને રાજી કર્યા હતા.
જોધપુરમાં તેમને સમજાવવામાં આવ્યું કે મૂર્તિપૂજા” જૈન સૂત્રોકત છે. એ વિદ્વાને પોતાની ભૂલ કબૂલ કરી અને તે બાબતનો ખુલાસો વર્તમાન પત્રોમાં પ્રગટ કર્યો હતો.
શિવગંજના ચાતુર્માસ દરમિયાન ગુરૂદેવના એક ઇટાલિયન શિષ્ય ડૉ. એલ. પી. ટેસોરી ગુરૂદેવનાં દર્શને આવ્યા હતા. એક ઇટાલીયન જૈન ધર્મની પ્રશંસા કરે, જૈન સાહિત્યને ગૌરવભરી દષ્ટિએ નિહાળે, વિધર્મસૂરિ મહારાજને પોતાના ગુરૂ માને, એ ખરેખર અદ્ભુત કહેવાય.
આ સ્થળે એક વિચિત્ર ઘટના બની ગઈ. સૌથી એક નાની ઉંમરના વિદ્વાન સાધુ મૃગેન્દ્રવિજ્યજી કેટલાક સમયથી પાગલ બની ગયો હતા. સૌને એની ખૂબ સંભાળ રાખવી પડતી હતી. એ ફરવા નિકળે તો એક માણસ એની સાથે અવશ્ય રાખવો પડે.
એક દિવસ એ પોતાનાં બધાં વસ્ત્રો કૂવા કાંઠે મૂકી ફૂવામાં કૂદી પડ્યો. કૂવામાં પાણી ન હતું. કાંટા અને કાંકરાથી એને ઘણી ઈજા થઈ પણ આખરે બચી જવા પામ્યો હતો.