________________
મુસાફરીમાં ડા અને ઘેટાની ઘટના
પણ એ ટ તે વિચિત્ર પ્રકારનું નીકળ્યું. તેના ઉપર કઈ સવારી કરે કે તરત જ ઘેરી રસ્તે મૂકી એ કાંટાની ઝાડીમાં કે મોટા ખાડામાં જઈને જ બેસનારને પટકી નાંખે. આખી યે મંડળીમાંથી ભાગ્યે જ કેઈ. એની આ સજામાંથી બચવા પામ્યું હશે.
ગુરૂદેવ આ બધું નિહાળી પૂછતા “કેમ આજે કોનો વારો છે?”
અને કટાક્ષમાં કહેતાઃ “ઘડા ઉપર બેસવાનો સ્વાદ તે સરસ ચાખવા મળે છે.'
બધા વિદ્યાથીઓ થાકી ગયા. હવે તે એ ઘેડું કે મફત લે તો પણ આપી દેવું એવો વિચાર બહેચરદાસે નક્કી કર્યો.
એક દિવસ અકસ્માત એકજણ મળી ગયો. કિસ્મત કરાવતાં એણે ગજવામાંથી નવ રૂપીઆ કાઢી બેચરદાસના હાથમાં મૂક્યા અને ટની લગામ પકડીને એ ચાલતો થયો.”
આમ આનંદપૂર્વક મુસાફરી કરતા આખો સંઘ વર્ધમાનપુર આવી પહોંચ્યો.
આ પ્રવાસમાં એક વિચિત્ર ઘટના બની ગઈ હતી. એક પ્રસંગે ગુરૂદેવ અને બહેચરદાસ સાથે ચાલી રહ્યા હતા. માથે ધોમ ધખી રહ્યા હતા. ગુરુદેવને તૃપા લાગી બંને જણ એક વિશાળ વૃક્ષની શીતળ છાયામાં જઈને બેઠા. ઉકાળેલું પાણી સાથે હતું જ. ગુરૂદેવ પાણી પીતા હતા ત્યાં એમની નજરે આઘેથી આવતું સેંકડે ઘેટાનું એક ટોળું પડ્યું. એમાંથી એક ઘેટું ટોળાને સાથ છોડી ભાગ્યું ને ગુરુ-શિષ્ય બેઠા હતા ત્યાં ગુરૂદેવ સામે આવી પડી ગયું.