________________
૧૦૨
ખંડ ૨ જે
દીક્ષાના મુહૂર્તનો દિન નજદીક આવી લાગ્યો. મુનિરાજેમાં ગુપ્ત ચર્ચા થવા લાગી કે કોણ કેનો શિષ્ય બને?
ગુરૂદેવ અને બીજા એક બે મુનિરાજ આ બાબતથી પર હતા પણ બે ત્રણ મુનિરાજ ચાહતા હતા કે “અમુક મારો શિષ્ય બને;' અમુક તારો શિષ્ય બને.”
પણ આ પાંચે દીક્ષા લેનાર વિદ્યાર્થીઓએ તે ગુરૂદેવના શિષ્ય બનવાનો નિર્ધાર કયારને એ કરી નાંખ્યો હતો. એમનાં મન હવે ડગે તેમ ન હતાં.
ગુદેવે દીક્ષા આપીને જેવી રીતે એ પાચેનું વેલ પરિવર્તન કરી નાંખ્યું હતું તેવી રીતે તેમનાં નામમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું.
સૌભાગ્યચંદમાંથી સિંહવિજ્યજી જેઠાભાઈમાંથી ગુણવિજયજી બેચરદાસમાંથી વિદ્યાવિજ્યજી, મફતલાલ માંથી મહેન્દ્રવિજ્યજી અને નરસિંહદાસમાંથી ન્યાય વિજ્યજીનો નવો જન્મ થઈ ચૂક્યો હતો.
અને એમ એ પાંચે મિત્રોએ દીક્ષા લઈ શ્રી ધર્મવિજ્યજીનું શરણુ સ્વીકાર્યુંએમને ગુરૂપદે સ્થાપ્યા.
આ પાંચે જણા આજ સાધુતાને રંગે રંગાયા. એમના અંતર અને આત્માને રંગનાર કોઈ અજબ રંગરેજ હતે. એણે લગાડેલે રંગ વસ્ત્ર ફાટે પણ ફીટે નહિ” એવો હતો અને ખરેખર એ મહાપુરૂષે કર્તવ્યની કેડી ઉપર આજે પાંચ પાંચ જણને પગલાં ભરતા કરી દીધા હતા.
અને પછી વિદ્યાવિજય ઉપર તો ગુરૂદેવની કૃપાનાં અમી સદા વરસતાં જ ગયાં.