________________
કેની છત? મેહ કે પ્રેમની ?
૧૨૭
ગુરૂદેવે આગ્રામાં જઈને ચાતુર્માસ કર્યું અને આ બંને ગુરૂભાઈએએ લખનૌમાં કર્યું. ગુરૂવિરહની વેદના વિદ્યાવિજયજીને ખૂબ દિવસ સુધી પીડી રહી. સ્મરણ થતાં જ ગુરૂદેવની પુનિત પ્રતિમા દષ્ટિ આગળ ખડી જઈ જતી. હદય ભરાઈ આવતું અને આ આંસુથી ભીની થઈ જતી.
આ આખું યે ચાતુર્માસ લગભગ વિદ્યાવિજયજીએ બિમારીમાં પસાર કર્યું. એવા પણ એક બે પ્રસંગો આવ્યા કે જાણે હવે જીવનનો અંત આવી જશે.
આ સ્થળે એમણે “શાણી સુલસા પુસ્તકને હિંદી અનુવાદ કર્યો તેમજ વિજય પ્રશસ્તિસાર' નામનું ઐતિહાસિક પુસ્તક પણ એમણે આજ સ્થળે રચ્યું અને પ્રગટ કરાવ્યું.
તે ઉપરાંત જૈન શાસન પત્રમાં ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક લેખો તથા કવિતાઓ વગેરે સામગ્રી પ્રગટ કરી. “ધર્માભિલાષી ધર્મસિંહ” એ નામની એક કથા “જૈન શાસન' પત્રમાં કેટલાય મહિના સુધી પ્રગટ થતી રહી.
ગુરૂભાઈની સાથે રહેવામાં વિદ્યાવિજયજીને એક મહાન ફાયદો એ થયો કે એમને વાસ્તવિકતા અને કૃત્રિમતાને ભેદ બરાબર સમજાયો. ગુરુદેવની પૂર્ણ કૃપા ન હોત તો કદાચ વિવાવિયજી પતનની ખાઈમાં ગબડી ગયા હોત. અહીં એમણે મનમાં નિર્ણય કર્યો કે તે સદા ગુરૂજીનાં સાનિધ્યમાં જ રહેવું.
ચાતુર્માસ પુરૂં થતાં જ બંને ગુરૂભાઈઓ લખનથી કાનપુર આવ્યા. અહીં એમણે પોતાના ગુરૂભાઈને ગુરૂજી પાસે લઈ જવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં વિદ્યાવિજયજીને નિષ્ફળતા જ મળી.