________________
૧૨૮
ખંડ ૩ જે
ગુરૂદેવે આગગ્રાના ચાતુર્માસમાં ધર્મની ખૂબ પ્રભાવના કરી હતી. ગુરૂદેવની અસાધારણ વિદ્વતા, અપ્રતિમ પ્રભાવ વગેરેને લાભ ત્યાંના દાનવીર ઉદારચરિત શેઠ લક્ષ્મીચંદજી વૈઘ, તેમના ત્રણ પુત્રો શેઠ અમરચંદજી, મોહનલાલજી અને ફૂલચંદજીએ લીધો હતો. તે ઉપરાંત શેઠ તેજકરણજી, ચાંદલજી, બાબુ ધર્મચંદજી ચૌધરી વગેરે કેટલાયે શ્રીમંત ગૃહસ્થ ગુરૂદેવના ભક્ત બન્યા હતા અને તેમણે ધર્મના કાર્યમાં લાખો રૂપિયા ખર્ચ કર્યા.
અહીંથી એક સાધુને ગુજરાત મોકલી પાલીતાણામાં “શ્રીયશોવિજય જૈન પાઠશાળા સ્થાપના કરી. તે માટે ખર્ચની પૂરી વ્યવસ્થા ગુરૂદેવે અહીંના ગૃહસ્થને ઉપદેશ આપી કરી હતી.
કાનપુરમાં વિદ્યાવિજ્યજીએ, શ્રી વલ્લભવિજયજીથી છુટા પડવાને નિર્ણય કરી ગુરૂદેવને ખબર આપી. એટલે એક માણસ લેવા માટે આવ્યો. એક દિવસે બળબળતા બપોરે વલ્લભવિજયજીને વિદ્યાવિજયજીએ છેલ્લે વંદન કરી વિદાય લીધી.
વિદ્યાવિજ્યજી, વૈશાખ જેની સખ્ત ગરમી હોવા છતાં, લાંબા લાંબા વિહાર કરી, એક અઠવાડિયે આગ્રા પહોંચ્યા. ત્યાં થોડાક દિવસની સ્થિરતા કરી, અને જાહેર વ્યાખ્યાન દ્વારા આગ્રાની જનતાને ખૂબ લાભ આપ્યો અને ત્યાંથી વિહાર કરી ચાતુર્માસ બેસતાં પહેલાં ગુરૂદેવની સેવામાં ખ્યાવર (નયા શહેરોમાં વિદ્યાવિજયજી આવી પહોંચ્યાં. વિદ્યા : વિજયજીના દિલમાં વિચારણા થવા લાગીઃ “કેની છત? પ્રેમની કે મેહની ?'