________________
૧૦૪
ખંડ ૨ જે
તો તેમણે જોયા ન હતા કે ન તો કોઈ જૈન સાધુ તે તરફ વિર્યો હતો. હિંસાની તો આ પ્રાંતમાં પરાકાષ્ટા હતી.
માર્ગમાં અનેક મુશ્કેલીઓ નડી હતી. કેટલીક વાર પિલીસ અધિકારીઓ સાધુ મંડળીને પોલીસ થાણામાં લઈ જતા અને પાછળથી જ્યારે પૂછપરછ કરી સાધુઓ વિષેની ખાતરી થતાં સાધુ મંડળીને પોતાના અતિથિ બતાવી ભક્તિભાવ પણ દર્શાવતા.
નદિયા' ઘણા પ્રાચીન સમયથી સંસ્કૃત વિવાનું કેન્દ્રસ્થાન રહ્યું છે. ઈ. સ ૧૧૦૮ની આસપાસ વિજયસેનના પુત્ર વલ્લભસને “કસિયાર’ નામના ગામમાં રાજ્યાધિકાર પ્રાપ્ત કર્યો હતો અને તેણે જ નવદીપમાં વિદ્યાપીઠનો શિલાન્યાસ કર્યો હતો નાલંદા, તક્ષશિલા, કાંચી, વલ્લભપુર વગેરે ભારતીય અનેક વિદ્યાપીઠમાં “નદિયા'નું વિદ્યાપીઠ પણ મદિર હતું.
તે વખતે નવદ્વીપમાં મહામહોપાધ્યાય પં. યદુનાથ સાર્વભૌમ ચક્રવત, મહામહોપાધ્યાય પં. રાજકૃષ્ણ તર્કપંચાયન વગેરે ધુરંધર વિદ્વાનો વિદ્યમાન હતા. આ વ્યક્તિઓ પ્રખર પંડિત હોવા છતાં સાદાઈ અને નમ્રતાની પ્રતિમા સમી હતી. પ્રાચીન ભારતવર્ષમાં ગુરૂઓની પાસ વિદ્યાર્થીઓ આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા તેવા આશ્રમો “નદિયા'માં જોવામાં આવ્યા. ગલી ગલીએ પાઠશાળાઓ દષ્ટિગોચર થતી--કહેવાય છે કે અંગ્રેજોએ જ્યારે બંગાલનો કબજે લીધે તે વખતે કેવળ બંગાલમાં આવા એંસીહજાર આશ્રમો હતા.
- પ્રાચીન સમયના આવા આશ્રમોએ જ ભારતવર્ષને અનેક મહાપુરૂષની લ્હાણ આપી છે. સાચું જ્ઞાન, સાચી માનવતા, સાચી પંડિતાઈ માનવીને આવા આશ્રમોમાંથી જ પ્રાપ્ત થતી હતી.