________________
પાઠશાળાને પુનરૂદ્ધાર
૧૧૧
મળતાં જ મંગળવિજ્યજી, સિંહવિજયજી, ગુણવિજ્યજી, મહેન્દ્રવિજયજી, અને વિદ્યાવિજ્યજી એ પાંચે જણાએ બનારસ પ્રતિ પ્રયાણ આદર્યું. આ વખતે કેટલાક વિદ્યાર્થીઓ પણ આ પાંચે સાધુઓ સાથે બનારસ જવા રવાના થયા હતા.
બનારસ પાઠશાળાના તે વખતના વ્યવસ્થાપકે બહાનું કાઢયું કે બનારસમાં પ્લેગ ચાલે છે. એની ઇચ્છા એવી હતી કે આ સાધુ મંડળી પાઠશાળામાં ન આવે તો સારું. પણ સાધુમંડળીએ પ્લેગની પરવા ન કરી. ગુરૂદેવની આજ્ઞા હતી પછી પ્લેગની બીક રાખવાનું કારણ જ શું?
અને તેઓ બનારસ આવી પહોંચ્યા.
તે વખતે પાઠશાળામાં પાંચ છ વિદ્યાથીઓ હતા. આઠ દસ વિદ્યાર્થીઓ સાથે આવ્યા હતા. વિદ્યાવિજયજીએ પહેલાંની માફક પાઠશાળાનો દૈનિક કાર્યક્રમ શરૂ કર્યો.
ગુરૂદેવની પુનઃ બનારસ ખાતે પધારામણ થતાં જંગી સામૈયાની જના કરવામાં આવી હતી. એમનું સ્વાગત અપૂર્વ અને ભાવભીનું થયું હતું. કાશીનરેશે પણ એમાં સાથ આપ્યો હતો. આ બધાં કામમાં વિદ્યાવિજયે ભારે શ્રમ ઊઠાવ્યો હતે.
પિતાના ગુરૂજીનાં આવાં અપૂર્વ સ્વાગત થાય એ કોને ન ગમે?