________________
અારાધના
આપના કોઈ વિદ્યાવિજયજી નામના શિષ્ય છે ને?' ગુરૂદેવે જવાબ આપ્યોઃ “હા ! એ તમારી સામે જ ઊભા છે.'
શાંતિવિજ્યજીએ વિદ્યાવિજ્યજીને ઉદેશીને કહ્યું: “જુઓ ભાઈ! તમે હજુ ઊગતા જુવાન છે. નવા લેખક છો. તમારા પાછળના બેએક લેખોના જવાબ લખીને મેં તૈયાર રાખ્યા છે. પરંતુ આપણે સાધુઓ જ આપસ આપસમ આ રીતે ચર્ચામાં ઉતરીએ તો ગૃહસ્થ ઉપર આની શી અસર થશે ? તેથી મારા લેખો મેં છાપવા નથી મોકલ્યા.”
આ સાંભળી વિદ્યાવિજ્યજીએ કહ્યું: “આપ કાલે, છાપવા મેકલવાના હોય, તો આજે જ મોકલો. અથવા તો મને આપે તો હું છાપવા મોકલી આપું. આ જાતની ચર્ચાઓમાંથી સમાજને ઘણું ઘણું જાણવાનું-શીખવાનું મળશે.
અને એ જવાબ સાંભળી શાંતિવિજ્યજી ચૂપ રહ્યા અને ત્યાંથી તેઓ છુટા પડ્યા.
વિદ્યાવિજયજીએ “જૈન-શાસન' પત્રમાં લેખ લખવાની શરૂઆત કરી હતી. તે ઉપરાંત “સરસ્વતીઅને “માધુરી' નામના હિંદી સાહિત્યના ઊંચી કક્ષાના માસિકમાં પ્રસિદ્ધિનો પ્રકાશ જોતી કવિતાઓનો ગુજરાતીમાં અનુવાદ કરીને તેઓ છપાવતા. વિદ્યાઘર' કે વિદ્યાવિજ્ય’ આ નામથી એમની મૌલિક અને અનુવાદિત ઘણી કવિતાઓ એ સમયમાં પ્રગટ થઈ હતી.
પવું પણ વિચાર ' એ વિદ્યાવિજયજીને પુસ્તિકા સ્વરૂપે છપાયો સર્વ પ્રથમ લેખ. આજ અરસામાં “વિજયધર્મસરિ ચરિત્ર' નામની