________________
૧૧૪
ખંડ ૩ જો
તેની વિરૂદ્ધમાં વિદ્યાવિજયજીએ પણ ઘણું લખ્યું હતું. પં. લાલને એક વખતે જૈનશાસ્ત્રોક્ત પંચ પ્રતિક્રમણ”ને બદલે ‘ સાત પ્રતિક્રમણ ’ નું પ્રતિપાદન કર્યું. એની વિદ્ધમાં પણ વિદ્યાવિજયજીએ ઘણું લખ્યું હતું.
આ અરસામાં શાંતિવિજયજી નામના એક જૈન સાધુ રેલ્વેમાં પ્રવાસ કરતા હતા. તેમણે જૈન સાધુએતે માટે ‘રેલ્વે વિહાર’નું પ્રતિપાદન સમાચાર પત્રોમાં કર્યું. તેના ઉત્તર પક્ષમાં ઊભા રહી વિદ્યાવિજયજીએ એ ચર્ચાને ઉગ્ર સ્વરૂપ આપ્યું.
તેજ સમયમાં અલાહાબાદ ખાતે ભરાયલી ‘સર્વધર્મ પરિષદ’માં ગુરૂદેવ સાથે વિદ્યાવિજયજી અને ખીજા એ શિષ્યા ગયા હતા. જે વખતે તેઓ સૌ રેલ્વેની સડકે સડકે જઇ રહ્યા હતા તે વખતે તેમણે એક વ્યક્તિને રેલ્વેના ઝાંપામાંથી બહાર નીકળતાં જોઇ. એ વ્યક્તિનેા હાડ જબરા હતા. સાધુ હોવા છતાં સાધુતાનાં લક્ષણાને એમાં અભાવ લાગ્યા. પગમાં ખૂબ સુંદર મુખબલની ચ ́પલા હતી. ર`ગબેરંગી રેશમી વસ્ત્રે અગ ઉપર સાધુની માફક વીંટાયેલાં હતાં. ચિત્રવિચિત્ર એક રૂમાલ ખભા ઉપર પવનમાં લ્હેરિયાં લેતા હતા. આંખા ઉપર સુંદર સોનેરી પ્રેમનાં ચસ્મા માહી રહ્યા હતા. માથુ ખુલ્લું હતું. સુગંધી તેલથી સુંદર રીતે એળેલા વાળ ચમકી રહ્યા હતા. હાથમાં ચાંદીની મુવાળી સુંદર લાકડી રમી રહી હતી. તેમની પાસે જતાં તા વાતાવરણ અત્તરની મ્હેક મ્હેક થતી ખુશમેથી મઘમઘી રહ્યું હતું. વિદ્યાવિજયજીએ ગુરૂદેવને ધીમેથી કહ્યું:
રેલ્વે દ્વારા વિહાર કરનાર આ શાંતિવિજયજી હોય એમ લાગે છે.’
પાસે આવતાં જ એમણે ગુરૂવરને ઓળખી લીધા. સુખશાંતિના સમાચાર પૂછ્યા બાદ તેમણે ગુરૂદેવને પૂછ્યું: