________________
ખંડ ૩ જે
એક નાનકડી પુસ્તિકા પણ તેમણે છપાવી હતી. ગુરૂદેવનાં ચરિત્રો ઘણી ભાષામાં પ્રગટ થયાં છે પણ સૌથી પ્રથમ એ ચરિત્ર લખવાનું સદ્ભાગ્ય વિદ્યાવિજયજીને પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ એ જ પુસ્તિકાને આધારે હિંદીમાં “આદર્શ સાધુ” લખી પ્રગટ કર્યું હતું.
બનારસ ખાતે રચાયેલી વિદ્યાવિજયજીની કૃતિઓમાં “શાણું સુલસા ને સમાવેશ થાય છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરના સમયમાં થએલી ભગવાન મહાવીરની પરમ શ્રદ્ધાળુ શ્રાવિકા “સતી અલસાનું ચરિત્ર નવલકથાના સ્વરૂપમાં વિદ્યાવિજયજીને હાથે તૈયાર થઈ જૈન શાસનના ગ્રાહકોને ભેટ તરીકે અપાયું હતું.
શ્રી વિદ્યાવિજયજી, આમ ગુરૂદેવની છત્રછાયામાં, બનારસ પાઠશાળામાં રહીને સાહિત્ય પ્રવૃત્તિની આરાધના કરી રહ્યા હતા. શ્રી વિજયધર્મસૂરિજીના પ્રધાન શિષ્ય શ્રી વિજયજી-ઇતિહાસના પ્રખર વિદ્વાન, તેમને પણ વિવાવિજયજી ઉપર ખૂબ પ્રેમ. એટલે બન્ને સાહિત્યિક પ્રવૃત્તિમાં મળી તેજ કામ કરતા. શ્રી ઇદ્રવિજયજીના સહવાસથી, તેમની પ્રેરણાથી, સહાયતાથી વિદ્યાવિજયજીએ તે સમયમાં જૈનશાસનમાં એતિહાસિક લેખો પણ ખૂબ લખ્યા. આમ ઈતિહાસના ક્ષેત્રમાં પણ એમણે સારી પ્રગતિ સાધી.
શ્રી વિદ્ય વિજયજી ઉપર ગુરૂદેવની અપાર કૃપા હતી અને એ કૃપાના પરિણામે વિદ્યાવિજયજી, વિજયધર્મસૂરિજીના “વિશ્વાસપાત્ર શિષ્ય બન્યા હતા. અને તેથી શ્રી વિજયધર્મસુરિજીએ પોતાની ટપાલનું કામ પણ વિદ્યાવિજયજીને જ સેપ્યું હતું. વિજયધર્મસૂરિજી જે કંઈ લેખો લખતા, તે પણ પહેલાં વિદ્યાવિજયજીને સંપતા અને