________________
વડી દીક્ષા
૧૦૫
ત્યાંથી મુશદાબાદ ગયા અને ત્યાં ગુરૂદેવનાં પ્રવચનોની જનતા ઉપર ભારે અસર થઈ.
મુશદાબાદથી પ્રવાસ આદરી આખી યે મંડળી ભાગલપુર થઈ પાવાપુરી આવી. પાવાપુરી ભગવાન મહાવીર સ્વામીનું નિણસ્થાન છે.
સમય અને સ્થળનું મહત્વ જોઈ વિદ્યાવિજય અને બીજા પાંચ નવા દીક્ષિતને ‘વડી દીક્ષા' આપવાનો ઉત્સવ આ પુણ્યતીર્થમાં કરવામાં આવ્યા.
આ પ્રસંગે ગુજરાતથી વિહાર કરતા ગુરૂદેવના એક મિત્ર પંન્યાસ શ્રી વીરવિજયજી શિષ્ય મંડળી સાથે પધાર્યા હતા. આથી અહીં સાધુ સમુદાય સારી સંખ્યામાં એકત્રિત થયો હતો.
કલકત્તામાં ગુરૂદેવ પાસે વિદ્યાવિજય અને બીજા ચાર જણે દીક્ષા લીધી હતી અને તે બાદ પાછળથી વિદ્યાથીઓ પૈકીના એક મગનલાલ નામના ભાઈને કપડવણજથી તેમના ભાઈએ આવી ગુરૂજી પાસે દીક્ષા અપાવી હતી. તેનું નામ મહેન્દ્રવિજયજી રાખવામાં આવ્યું હતું. આ નવા સાધુનું વય નાનું હતું છતાં એનામાં વિદ્વતા ઘણી હતી.