________________
બહેચરદાસના વિદ્યાવિજય
૧૦૧
દીક્ષા લેનારા પાંચે જણ મક્કમ હતા. પછી બીજાઓને વિરોધ કરવાનો શો હકક છે?
જૈન સંઘ અને ગુરૂદેવ ઉપર તાર અને કાગળોનો વરસાદ વરસવા માંડ્યો.
ખબરદાર, દીક્ષા ન આપશે.'
પણ ગુરૂદેવનો નિર્ધાર મકકમ હતા. એ આજે પિતાનું સાચું કત વ્ય કરી રહ્યા હતા. દેશને અને સમાજને આજે સાગા નવસાધુઓની ભેટ ધરી રહ્યા હતા.
એમણે ઉદઘોષણા કરીઃ
પાઠશાળા સાથે સંબંધ રહે ત્યાં સુધી હું પાઠશાળાના વિદ્યાર્થીને દીક્ષા ન આપી શકું એ મારે નિયમ હતો. પાઠશાળાથી મારો સંબંધ છુટયા છે. દીક્ષા લેનારા પણ પાઠશાળાથી છૂટા થયા છે. હવે મને દીક્ષા આપવામાં કોઈ જાતનો બાધ નથી. કોઈ મને અટકાવી શકે એમ નથી.’
જૈન સમાજમાં આનંદ વ્યાપી રહ્યો હતો. પાંચે યુવાનોના માતાપિતા બનીને પોતાને ઘેરથી વરઘોડો કાઢો, દીક્ષા માટે આશીર્વાદ આપી વિદાય દેવી આદિ ક્રિયાઓ કયાંથી કરાવવી એ નક્કી કરવાનું હતું.
આ અપૂર્વ લાભ લેવા માટે નગૃહસ્થમાં અંદર અંદર સ્પર્ધા થવા લાગી. અંતે શેઠ અગનચંદ0 ધૂળિયા અને તેમનાં ધર્મપત્નીને , શ્રીસંઘે એ મંગલ કાર્ય કરવાનો આદેશ આપ્યા.
એ મહાનુભાવે આ અપૂર્વ પ્રસંગે દ્રવ્ય ખર્ચવામાં કોઈ જાતની ખામી ન રહેવા દીધી.