________________
કાશી બનારસ
બધા ઉપચારો નકામા છે એ વાત તરફ બહુ ઓછાનું ધ્યાન ખેંચાય છે. આવા વાતાવરણમાં કોઈ વિરલ પુરૂષો જ પોતાનાં જ્ઞાન અને સાધના દ્વારા વાતાવરણને શુદ્ધ બનાવે છે. આપણામાં કહ્યું છે કે
अन्य क्षेत्रे कृतम् पापम
तीर्थ क्षेचे विनश्यति । तीर्थ क्षेत्र कृतम् पापम
વગ્રા , અવિષ્યતિ | એ સાવ સાચું છે. અને જે આપણે તીર્થોની યાત્રાએ જતા સૌ સાધુઓ અને સંસારીઓ આ વાત સમજે તો તીર્થક્ષેત્રોની પવિત્રતા અખંડ જળવાઈ રહે એમાં જરા યે શંકા નથી.
કાશીનું બીજું પ્રાચીન નામ વારાણસી છે. શાસ્ત્રોમાં આ નામનો ઉલ્લેખ એટલા માટે છે કે કાશી “વરુણ” અને “અસિ” નામની બે નદીઓની વચમાં વસેલું છે. આજે તો કાશીનગરીની આબાદી તથા ક્ષેત્રફળ ઘણું વધી ગયું છે. અસલના વખતમાં ઉત્તરમાં સિંહપુરી, સારનાથ, ચંદ્રાવતી, આ બધા કાશીના જ ભાગો હતા. દક્ષિણમાં ભેલુપુર અને ભદમિનીને આજે પણ કાશીના ભાગ તરીકે માનવામાં આવે છે. કાશી, સિંહપુરી અને ચંદ્રાવતીમાં પાર્શ્વનાથ ભગવાન આદિ ચાર તીર્થકંરેનાં સોળ કલ્યાણક થયા હતા અને તે સિવાય ત્રણસો વર્ષ પહેલાં આજ કાશીનગરમાં ન્યાય વગેરેનું પરિશિલન કરવા ગુજરાતથી શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજી નામના બે સાધુઓ ગયા હતા. આજ કાશીનું મહત્વ જેનોમાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાએ વધાર્યું છે.