________________
મનની મુંઝવણ
મહારાજશ્રી ! અમે દહેગામના છીએ.'
“દહેગામના છો?' એમ પૂછતાં એ મુનિમહારાજે આશ્ચર્ય અનુભવ્યો,
બહેચરદાસને લાગ્યું કે શું આ મુનિરાજે દહેગામ જોયું હશે? ત્યાં તો તેમણે કહ્યું
છોકરાઓ! અમે પણ દહેગામ આવ્યા હતા એ વાત તમે જાણો છો ?'
સૌએ મૌન ધારણ કર્યું. બહેચરદાસે પોતાનાં સ્મરણો તાજા કર્યા. એને યાદ આવ્યું કે–ત્રણેક વર્ષ ઉપર કેટલાક વિદ્યાર્થીઓ અને સાધુઓ સાથે એક મોટા મહારાજ ત્યાં આવ્યા હતા અને કેટલાક લોકેને બ્રહ્મચર્યની બાધા આપી હતી. શું તેઓ તે આ નહિ હોય ? બહેચરદાસે હિંમતથી પૂછયું:
મહારાજ સાહેબ ! આપ તે એ નથી ને ?'
અને એ સાધુપુરૂષે પ્રેમભાવથી જવાબ આપેઃ “ભાઈ ! અમે જ એ સાધુઓ હતા.'
પછી એમણે એક વિદ્યાથી તરફ અંગુલિનિર્દેશ કરીને કહ્યું: “જુઓ, તે વખતે આ છોકરે મારી સાથે હતો. આજે એ સંસ્કૃત ભણીને મોટો પંડિત થયો છે. તમે બંને પણ થોડાંક વર્ષો અહીં રહેશે તો મોટા પંડિત થશો!'
અને બહેચરદાસનું હૈયું પુલકિત બન્યું. આશાની જાણે વાદળી