________________
ખંડ ૨ જે
તરફના લેકને જૈન સાધુઓને પરિચય થયો. જૈન ધર્મના ઉદાર સિધ્ધાંત જાણવા મળ્યા. જૈન ધર્મ વિષે કેટલાક મિથ્યા ભ્રમણા સેવતા હતા તે દૂર કરવામાં આવી. કેટલાક લેકએ માંસ મચ્છીને ત્યાગ કર્યો. આ શું એકી સેવા હતી ?
ગુરૂદેવની આ પ્રચારપ્રવૃતિમાં બહેચરદાસને ઘણો ફાયદો થયો. નાનપણથી જ એની વૃત્તિ હતી કે “હું મોટી મોટી સભાઓમાં પ્રવચન કરત કેમ કરીને થાઉં?”
આજે એ તક બહેચરદાસને સાંપડી હતી, ગુરૂદેવ જ્યારે જ્યારે પ્રવચન કરતા ત્યારે ત્યારે બહેચરદાસ એની નોંધ લેતા. જે કથા કહેવાય, જે લેક બોલાય, જે દૃષ્ટાંતો રજૂ થાય તે સૌ યાદ રાખી પોતે પોતાની નોંધપોથીમાં લખી લેતા અને બીજે દિવસ ગામ જવાનું થતાં આગલા ગામમાં ગુરૂદેવે કહેલી વાત, કથાઓ, દૃષ્ટાંત બીજા ગામની સભામાં બહેચરદાસ પોતાની ભાષામાં રજૂ કરતા. લેકેને રસ પડે કે નહિ પણ ગુરૂદેવના પ્રવચન પહેલાં પાંચ દસ મિનિટ કંઇક બોલવું એ એમને ક્રમ ઉપક્રમ થઈ પડ્યો હતો.