________________
ભક્તિની કસોટી
થઈ ગયા. તેમનાં હૃદય ભરાઈ આવ્યાં. ગુરુજીને આવા જંગલમાં છોડીને જવું? એ અમારું કર્તવ્ય ડેય? વિદ્યાર્થીઓ પૈકી એકે કહ્યું –
ગુરૂદેવ ! આપ અમારી ચિંતા ન કરે. આપને આવી માંદગીમાં મૂકી અમારાથી કેમ જવાય ? આપ જ અમારું સર્વસ્વ છો. આપના ઉપકારનો બદલે અમારાથી વાળી શકાય એમ નથી. આપ જરા પણ ફિકર ન કરશો. અમારું જીવન આપની સાથે જ છે. અમે પણ જંગલનાં ફળફૂલ ખાઈ જીવન વ્યતીત કરીશું, પણ આપને છાડીને તે નહિ જ જઈએ.”
મોદીની પાંચસો રૂપીઆ જેટલી રકમ ચડી ગઈ હતી. બધા વિદ્યાર્થીઓએ પિતા પોતાની પાસે જે કંઈ હતું તે એકઠું કર્યું.
બનારસ છોડતાં પહેલાં થોડા દિવસ અગાઉ બહેચરદાસે પોતાના મેસાળથી એક સેનાની કડી મંગાવી લીધી હતી. તે પણ તેમણે આ રકમ ચૂકવવાના ફાળામાં આપી દીધી. અને મંદિરની પેઢીમાં આ બધું ભેગું કરી મૂકી રૂપીઆ લેવાનો નિર્ણય કર્યો તે જ દિવસે કલકત્તાથી કેટલાક મારવાડી ગૃહસ્થ સમેત શિખરની જાત્રાએ આવ્યા અને આજ ધર્મશાળામાં ઉતર્યા. ગુરૂદેવ અને બીજા મુનિરાજેનાં દર્શન કરી તેઓ પિતાની જાતને ધન્ય માનવા લાગ્યા. અહીંની પરિસ્થિતિ તેમના જાણવામાં આવી. તેમણે મેદીનું દેવું ચૂકાવી દીધું એટલું જ નહિ પણ પિતાને ખર્ચ બધાને કલકત્તા આવવા નોતર્યા. બીજી બાજુ ગુરૂદેવે મુંબઈથી મંગાવેલી એક હજારની રકમ પણ આવી પહોંચી.