________________
ખંડ ૨ જે
અગ્નિમાં તવાઈને વિશુદ્ધ બને છે. અને કહ્યું છે કે Sweet are the uses of adversity.
અત્યારે બધા વિદ્યાર્થીઓની સ્થિતિ કરુણાજનક હતી. એમની પાસે ખર્ચ માટે સાધન હતું તે ખૂટી ગયું. દુકાનદાર પાસેથી સીધું-સામાન લેટદાળ, ઉધાર લેવાનું શરૂ થયું હતું. એ વ્યાપારીને જાણ થઈ કે આ સાધુ અને તેના વિદ્યાર્થીઓ પાસે પૈસા નથી એટલે એણે પણ ઉઘરાણી શરૂ કરી. અને ગામમાં એક જ દુકાન હતી. હવે કરવું શું? તેમાં ય પાછી ગુરૂવયની બિમારી. આ વાત ગુરૂદેવના કાને ન પહોંચે તે માટે બધા વિદ્યાથીઓ કાળજી રાખતા, પણ ક્યાં સુધી એ વાત છૂપી રહે ?
એક દિવસ સંધ્યાકાળે ગુરૂજીએ બધા વિદ્યાર્થીઓને પોતાની પાસે બેલાવી કહ્યું: “ભાઈઓ ! હું માંદો છું. મને કયારે સારું થશે એ ચેકકસ નથી. મેં સાંભળ્યું છે કે તમારી પાસે ખચ ખુટી ગઈ છે. મેં તમારે માટે બહારથી રૂપીઆ મંગાવ્યા છે, પણ હજુ સુધી તે આવ્યા નથી. અમે તે સાધુ કહેવાઈએ. ગમે તેમ નિર્વાહ ચલાવી લઈશું. પણ તમે ? તમારું સૌનું શું ? આ પહાડ ઉપર વીસ તીર્થંકરે અને હજારો મુનિઓએ અનશન કરી પિતાનું આત્મકલ્યાણ કર્યું હતું. એ રીતે અમે પણ અનશન કરવામાં અમારું સદ્ભાગ્ય માનીશું. પણ તમે બધા હજુ ગૃહસ્થ છો. તમારા મા-બાપ, ભાઈ બહેન, સગાંસંબંધી, તમારાં દુઃખની વાતો સાંભળી દુઃખી થશે. સમાજમાં હાહાકાર થશે. તમે એમ કરે કે બધા બનારસ જાવ ને પાઠશાળામાં ભણે. તેમ ન કરવું હોય તો પોતપોતાને સ્થળે જાવ.”
વિદ્યાર્થીઓની મુંઝવણને પાર રહ્યો નહિ. બધા એકદમ રડુ રડુ