________________
ગુરૂજીની છત્રછાયા
તેઓ ગુરૂપૂર્ણિમાને દિવસે ગુરૂપૂજન કરવા જતા. બીજા વિદ્યાથીઓ તેમને પૂછતા
પંડિતવર્ય! કેટલા ગુરૂઓ પાસે જઈ આવ્યા?” તેઓ પ્રસન્ન ચિત્તે જવાબ આપતાઃ “છત્રીસ.”
એમની ગુરૂની વ્યાખ્યા મનન કરવા જેવી હતી. એક પણ દિવસ જેમની પાસે પાઠ લીધે હોય તેને પણ તેઓ પોતાના ગુરૂ તરીકે ગણતા હતા. સૌ વિદ્યાર્થીઓના સુખદુઃખના તે સાથી હતા–જણે વડલાની શીળી છાંય. ગમે તેવા ગમગીન બનેલા વિદ્યાથીના અંતરમાં તેઓ નવચેતના કુરાવતા તેના પ્રાણને પ્રફુલ્લાવતા.
વિજ્યધર્મસૂરિ મહારાજ ઘણુ વખત વિદ્યાર્થીઓને પિતાને જીવન પ્રસંગે કહી સંભળાવતા. તેઓ પોતાની નાની ઉંમરમાં મોટા જુગારી હતા. અને જુગારમાંથી તેમના હૈયામાં વૈરાગ્યને અનુરાગ જન્મ્યો હતો. અને વીસ વર્ષની વયમાં દીક્ષા લઈ તેઓ સાધુ બન્યા હતા. દીક્ષાને માટે આજ્ઞા આપનાં એમને એમના પિતાએ આશીર્વાદ આપતાં કહ્યું હતું: “જીત નિશાન ચઢાવજો રે ?
મોહની કરી ચકચૂર, હાહા !” બનારસ હિંદુ વિદ્યાપીઠના સ્થાપક પંડિત મદનમોહન માલવિયાજીના આગ્રહથી “સનાતન ધર્મ મહાસભા” ના અધિવેશનમાં સં. ૧૯૬૨ માં ગુરૂજી બધા વિદ્યાર્થીઓને લઈ અલાહાબાદ ગયા હતા. આ પ્રસંગે દેશદેશના ધુરંધર વિદ્વાનો, સાધુઓ પધાર્યા હતા. તેમાં ગુરુવર્યો આપેલા પ્રવચનનો અદ્દભુત પ્રભાવ પડ્યો હતો.