________________
પાઠશાળાને વિદ્યાર્થી
નથી. વિકતાના વાઘા સજ્યા વિનાને સાધુ એ સાચો સાધુ નથી. ન તે એ દેશને ઉપયોગી થઈ શકે છે અને સમાજનું શા માટે–એની જાતનું પણ શ્રેય એનાથી થઈ શકતું નથી.
ભારતવમાં એક જમાનો એ હતો કે પનિહારીઓ પણ સંસ્કૃત - ભાષામાં વાર્તાવિનોદ કરતી હતી. આજે તે સંસ્કૃત ભાષાને મૃતભાષા Dead language ગણવામાં આવે છે.
આવી પરિસ્થિતિમાં મુનિરાજ વિજયધર્મસુરિજીએ સંસ્કૃત અને પ્રાકૃતના પ્રચાર માટે મહાન કષ્ટ ઉઠાવી કાશીનગરમાં આ પાઠશાળા સ્થાપન કરી સંસ્કૃતની સંસ્કૃતિને પુનઃ સંજીવની છાંટવાનાં પુણ્યકાર્યમાં પિતાનો અમર ફાળો નોંધાવ્યો હતો.
ગુરૂદેવની ઈચ્છા તો વર્તમાન જૈન સમાજમાં અસાધારણ વિદ્વાનનું સર્જન કરવાનો હતો અને તે માટે આ પાઠશાળામાં પ્રાચીન પદ્ધતિથી પ્રારંભમાં વ્યાકરણ અને તે પછી ન્યાય અને કાવ્યોનું જ્ઞાન આપવામાં આવતું હતું.
બહેચરદાસને પણ સંસ્થાના નિયમાનુસાર સંસ્કૃત ભાષાના સોપાને ચઢવું પડયું અને “રામ રામ રામા' નું મંગલાચરણુ ગુદેવના શ્રીમુખેથી શરૂ કર્યું.
અને ગુદેવને શિષ્યો ઉપર વાત્સલ્યભાવ અને હતા. પ્રાચીન કાળના ગુરૂ–વિદ્યાર્થીના સંબંધો આ પાઠશાળામાં પણ જોવામાં આવતા. વિદ્યાર્થીઓને ગુરૂ પિતાના પુત્ર સમાન ગણતા. એમને શું દુઃખ છે? ખાધું કે નહિ ? ઘર તે નથી સાંભરતું ? અભ્યાસમાં ચિત્ત