________________
કાશી બનારસ
વિકલેશ્વરનાં દર્શન કરી પાવન થવા કાશીને આંગણે આવે છે ને જાય છે. વિદ્યાભ્યાપ કરનારા વિદ્યાવ્યાસંગીઓ માટે ત્યાં સારે અવકાશ છે.
પ્રાચીન કળાની દૃષ્ટિએ પણ એનું મહત્વ કંઈ ઓછું નથી. હિંદુ, બૌધ્ધ અને જૈન ધર્મો માટે પણ આ નગરી આદરણીય છે,
અને પતિતપાવની ગંગાનું મહત્વ કેણ નથી જાણતું ? આ પવિત્ર ગંગાજીને તીરે વસેલું કાશી શહેર-એ કારણે પણ એનું મહાભ્ય વધારે છે.
“કંકર એટલા શંકર' એ કહેવત કાશીને જ લાગુ પડે છે. બંભળા” અને “હરહર મહાદેવ’ જેવા પવિત્ર નામેચ્ચારણનો મીઠે ગુંજારવ આજ પણ કાશી નગરીને ગજાવી રહ્યો છે.
જૈનના ચાર તીર્થકરોના સોળ કલ્યાણ કે કેવળ કાશી ક્ષેત્રમાં જ થયા છે. આ દૃષ્ટિએ સમસ્ત જેને માટે પણ એ ધાર્મિક ક્ષેત્ર ગણાય.
ભગવાન બુધ્ધદેવનો પ્રથમ ધર્મોપદેશ પણ આજ મહાનગરીની સીમમાં થયો હતે—જે આજે “સારનાય ને સોહામણે નામે ઓળખાય છે.
સારાયે ભારતવર્ષમાં શેરીએ શેરીએ સંસ્કૃતનો મધુર કંઠનાદ જે ઈ શહેરમાં સંભળાતો હોય તે તે કાશીનગર જ .
સાધુ સંત, મહંતો, સન્યાસીઓ, બ્રાહ્મણ કે વૈશ્ય, સંસ્કૃત નહિ ભણનારા પણ સંસ્કૃતના જાણકાર થઈ જતા. આજે પણ ત્યાં કોઈ સામાન્યમાં સામાન્ય બ્રાહ્મણ સંસ્કૃતના સંરકારથી વંચિત નથી રહી જતો. અને મણિકર્ણિકા ઘાટ-એ ઘાટ ઉપર પગ મૂક્તાં જ સત્યવાદી મહારાજા હરિશ્ચંદ્રનું પ્રાતઃ સ્મરણીય નામ યાદ આવે છે.