________________
૪૨
ખંડ ૧ લે
ભાવનાઓ જાગૃત બની હતી. સુખ અને દુઃખના રંગે ઓળખતાં એને વાર ન લાગતી. અનાથાવસ્થાને લીધે પરતંત્રતા ભોગવવી પડતી, છતાં એ આત્માને ડંખ દેતી. મુક્તિનો અપૂર્વ પ્રકાશ જેવા એનું હૈયું ઝંખી રહ્યું હતું. અને એ યુવાને મનમાં નિર્ણય કર્યો કે હું શક્તિશાળી ન બનુંમારા પગ ઉપર ન ઉભો રહું – ત્યાં સુધી મારે લગ્ન ન કરવું. અને દેહગામની તાલુકાશાળામાં એણે પ્રવેશ કરી સાતમી પડી પાસ કરી.
શાળાના સૌ વિદ્યાથીઓ.બહેચરદાસ પ્રતિ મમતા રાખતા કારણ કે એની બુધ્ધિ તીવ્ર હતી, અને પ્રકૃતિ નરમ તેમ આચારમાં સુશીલતા હતી. એ ઉપરાત શિક્ષકોની મર્યાદા રાખવી એ પિતાન-દરેક વિદ્યાર્થીને ધર્મ છે. એ વાત એણે અંતરમાં ઉતારી હતી. એણે પિતાની વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થીઓની તોફાની પ્રવૃતિમાં ભાગ લીધો હોય તો તે એકજ વખત. કહેવાય છે કે-શાળામાં એક વખત જીલ્લાના શિક્ષકોનું સંમેલન હતું. સારા હોંશિયાર વિદ્યાર્થીઓને પ્રાર્થના સંવાદો, ભજનો વગેરે શિખવાડી એ સંમેલન માટે તૈયાર કરવામાં આવ્યા.
આ ઉત્સવમાં ભાગ લેવા માટે ઘણું શિક્ષકો તેમજ કેળવણી ખાતાના ઇન્સ્પેકટર વગેરે મોટા અધિકારીઓ પણ આવ્યા હતા. બધા વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી કેઃ “તમે બહાર કોમ્પાઉન્ડમાં બેસો.' રંજન કાર્યક્રમમાં જેનું જેનું કામ આવશે તેમને બોલાવવામાં આવશે.
આથી વિદ્યાર્થીઓને ખોટું લાગ્યું. બધા વિદ્યાથી એક ઝાડ નીચે ભેગા મળ્યા અને તેમાં એક તફાની છોકરાએ પ્રસ્તાવ મૂકયો કે " આપણે આ કાર્યક્રમમાં ભાગ ન લે. કારણ કે આપણને રંજન ફળયક્રમ