________________
ખંડ ૨
રણ સાંપડયું. જાણે એમનું પ્રારબ્ધ જ એમને અહીં આત્માનાં કલ્યાણ માટે ન ખેંચી લાવ્યું હોય !
બે વર્ષ પહેલાં જે મુનિરાજ ધર્મવિજયજી મહારાજ પોતાના શિખ્યો અને ગૃહસ્થ વિદ્યાથીઓ સાથે કાશી જતાં દહેગામ પધાર્યા હતા તે જ ગુરૂ અહીં હતા.
સંવત ૧૯૬૧ માં એમના સમાગમમાં–એમની છત્રછાયામાં– એમના શરણમાં બહેચરદાસે શબ્દરૂપાવતિથી પોતાના અભ્યાસને પ્રારંભ કર્યો.
બહેચરદાસને જે જોઈતું હતું તે મળી ગયું. એને આત્મા મુક્તપણે વિહાર કરવા લાગે. અહીંનું વાતાવરણ અને અભ્યાસ માટે અનુકૂળ લાગ્યું અને તેમાં યે પવિત્રતાની મૂર્તિમાં ધર્મવિજયજી જેવા ગુરૂના સાનિધ્યમાં રહેવાનું એટલે પછી પૂછવું જ શું? હવે એમના આત્માને પાછો આવવા લાગી. જીવન પરિવર્તનનાં જાણે સુંદર મંગલાચરણ ન થયાં હોય ! સાચા સંતને સમાગમ પત્થરમાં પી પારસ ઘડે છે-માનવીમાંથી દેવ બનાવે છે.
ગુરૂ વિના જ્ઞાન કયાંથી સંભવી શકે ? પ્રાચીન સમયમાં મેટા મોટા રાજા મહારાજાઓથી માંડીને સામાન્ય સ્થિતિના માણસોનાં બાળકો પણ વિદ્યાભ્યાસ માટે ગુરૂજીના આશ્રમે જતા. સાંદિપની ગુરૂજીને ત્યાં શ્રીકૃષ્ણ અને સુદામા વિદ્યાભ્યાસ માટે ગયા હતા. તે પ્રસંગ સહુ કોઈને વિદિત છે. અને પ્રાચીન કાળની એ પ્રથા હજુ ભારતવર્ષમાં કઈ કઈ રથળે જીવંત છે એમ કાશીનગરીની મુલાકાત લેતાં લાગે છે. અહીં ગુરૂજી અને વિદ્યાર્થી આશ્રમનાં જેવું જીવન ગુજારી, વિદ્યાભ્યાસ, ભણવા ભણાવવાનું કાર્ય કરે છે.