________________
જીવનપલટે
• પી
પ્રભાવશાળી, તેજસ્વી મુખાકૃતિ ગમે તેવાના દિલને આકર્ષતી હતી. એમની મધુર વાણી ગમે તેવા કઠોર હદયને પણ પીગળાવતી હતી. એમની સાધુતા એમની પ્રત્યેક ક્રિયામાં નીતરતી હતી. સગા સંબંધીઓ અને ગામના વાણિયા કહેતા કે, “આ સાધુ આપણા નથી.” બહેચરદાસને બહુ દુઃખ સાથે આશ્ચર્ય થતું. “ આવા પ્રતાપી, તેજસ્વી, ક્રિયાકાંડી, વિદ્વાન, ત્યાગી સાધુ, એ વળી આપણ નહિ? ” વાત શી છે? લેકે ગમે તેમ કહેતા રહ્યા, પણ બહેચરદાસ બરાબર એમની પાસે જતા જ રહ્યા. એ સાધુ મહારાજ દ્વારા બહેચરદાસના જીવનમાં ઘણું જ પલટો થયો. એ સાધુ હતા શ્રી ભાતૃચંદ્રસૂરિ. ટૂંકું નામ હતું ભાયચંદજી મહારાજ. તેઓ પાર્ધચંદ્રગચ્છના હતા. જ્યારે દેહગામમાં બધા તપાગચ્છના હતા. જૈન સમાજમાં આવા ગચ્છનું ભૂત પણ ઘર કરી રહ્યું છે, એ વાતની બહેચરદાસને તે વખતે ખબર પડી ! તે વખતના જૈન, સાધુમાં સાધુતા ન જોતા, પહેલાં “ગચ્છ જેતા. અત્યારે પણ કેટલાક લેકે સાધુમાં સાધુતા જેવા કરતાં, એ કયા ગુચ્છના છે ? એ ક્યા સંઘાડાના છે ? એ કઈ ટેળીના છે? એ સોસાઈટી પક્ષના છે કે સંઘી પક્ષના? એ જૂના વિચારના છે કે નવા વિચારના? એની શોધ ખોળ પહેલાં કરે છે.