________________
અનાથતા
૩૯
સેવા સુશ્રુષા કરી પણ બિમારી વધતી ગઈ. અને બચદાસના હૈયામાં ધ્યગ્રતા વ્યાપી. આખુંયે વાતાવરણ દુઃખમય બની ગયું.
- જે તિથિએ ચંચળબહેનને સ્વર્ગવાસ થયો હતો તે જ તિથિએબરાબર એક મહિના બાદ અમથાલાલનો પણ સ્વર્ગવાસ થયો અને પિતાનો સ્વર્ગવાસ થતાં બહેચરદાસે માથાનું છત્ર ગુમાવ્યું; પણ બહેચરદાસની અનાથના માટે ક્રૂર વિધાતાને ઓછી જ લાગણી હતી. એણે તો એનું કાર્ય કર્યું.
માનવીને જ્યારે દુઃખ આવે છે ત્યારે ચોગરદમથી આવે છે. જાણે એ દુઃખને સમય એની કસોટી રૂપ બની જાય છે. ગમે તેવો પુરૂષાર્થ હિંમતવાન માનવી પણ એવા સંજોગોમાં લાચાર બની જાય છે. એની બુદ્ધિ બહેર મારી જાય છે.
જેની જગતમાં જેડ જડે એમ નથી–એવી માતા બાલ્યકાળમાં જ ચાલી ગઈ હતી. બહેન અને પિતાજી પણ એ જ માર્ગ પરવર્યા હતા. જેની સાથે બાલ્યવયમાં કિલ્લેસ કર્યો હતો એવી એકની એક બહેન પિતાને છોડીને જાય–જેની છત્રછાયામાં પોતે ઊછરીને મેટો થયો હોય એવા પિતાજી નિરાધાર દિશામાં મૂકીને પરલોક પંથે પ્રયાણ કરે એ ઘટના કેટલી દુઃખદ હતી. અને છતાં એ દુઃખદ ઘટના યાદ કરીને બહેચરદાસને સંસારમાં પોતાનું ગાડું ગબડાવવાનું હતું, અને પોતાની અનાથતા સાલતી હતી.