________________
૨૬
ખંડ ૧ લે
બહાર આમતેમ પડેલ હતા તપાસ કરતાં જાણ થઈ કે કોઈકે તેમના ઉપર દાવો કર્યો હતો. તેને કારણે આ પ્રસંગ આવ્યો હતો. પણ બહાર અમથાલાલ જઈને આવ્યા અને તેમના આવ્યા બાદ બધો સામાન ઘરમાં પાછો મૂકી દેવામાં આવ્યો અને સિપાઈઓએ વિદાય લીધી.
એ સમયમાં જનતામાં રાજા–રાજ્યાધિકારી કે પોલીસનો એટલે બધા ભય લેખાતો હતો કે કોઈને બારણે પોલીસ આવે તો એ ભયંકર છાત ગણાતી. પોલીસનું નામ સાંભળી જનતા કંપી ઉઠતી.
અમથલાલને દરબાર સાથે પણ કયારેક ટક્કર ઝીલવી પડતી. તે ધખતે સાઠંબામાં ઠાકોર વિજયસિંહજીનો અમલ હતા. તેઓ બપોરના સમયે કોક કોક વખત અમથાલાલની દુકાને આવીને બેસતા, સૂતા અને અમથાલાલ, કરસનદાસ અને દામોદરદાસ સાથે દુનિયાભરની વાતો કરતા. આપણુમાં એક કહેવત છે કે
राजा मित्र केन दृष्टो श्रुतो वा રાજ કાઈનો મિત્ર બન્યું હોય એવું કોઈએ દેખ્યું કે સાંભળ્યું છે ? આ ગુજરાતીમાં પણ એક એવી જ કહેવત છે: “રાજ વાનાં અને વાંદરા' આ ત્રણને મિજાજ ગુમાવતાં વાર નથી લાગતી. તે વખતના સાધારણ સ્થિતિના નાના નાના જમીનદારો કે છોકરી પોતાની સત્તાની મદમાં સદા મસ્ત રહેતા.
એક પ્રસંગ એવો બન્યા હતા કે શેઠ કરસનદાસ અને દામોદરદાસને ઠાકોર સાહેબના જુલ્મને કારણે પોતાનાં મકાન ખાલી કરી નાસવું પડ્યું હતું-હિજરત કરવી પડી હતી. પાછળથી એક બીજા વચ્ચે સમજુતી થતાં તેઓ ગામમાં પરત આવ્યા હતા.