________________
એસિરિયા અને બેબીલેન
પ૭
બનેલાં આ દેવતાઓએ પણ જાણે આ દોલતના ઢગલા કેવી રીતે આવ્યા છે તે પૂછયું પણ નહીં.
એસિરિયાનો આખો ઇતિહાસ આવા શહેનશાહની વિજ્યયાત્રાથી ઉભરાવા લાગે. લેગલાથપીટીસર ત્રીજાએ પણ નવાં લશ્કરે જમાવ્યાં. આર્મેનિવાનું પતન કર્યું. સિરિયા અને બેબિલેનિયાને ઉજજડ બનાવી દેવાયાં. દામસકસ અને સુમારિયાને નાશ થયો તથા કોકેસસ પર્વતમાળાથી ઈછા સુધી એસિરિયાની આણ વર્તાવા માંડી. પછી આ શહેનશાહે દેવાલય અને રાજમહાલયે બંધાવ્યા. આ શહેનશાહ મરણ પામે ત્યાર પછી એના દીકરાઓએ સંહારનું કામકાજ આગળ ચલાવ્યું. એણે પેલેસ્ટાઈનના જેરૂસલેમ નગર પર હલ્લે કર્યો અને પછી જુદા જુદા પ્રદેશનાં નેવું નગરને તારાજ કયાં, તથા બે લાખ યુદ્ધ કેદીઓને ગુલામ બનાવવા એસિરિયામાં-નિનેહમાં એકલી આયા. પછી એ બેબિલેન પર ચડ્યો અને પતન પામેલા એ નગરને આખું સળગાવી દીધું. પછી નગરનાં તમામ સ્ત્રી બાળકોને એણે કાપી નાંખ્યાં. બેબિલેનના રસ્તા ઉપર ઈમારતોનાં ખંડિયાના ભંગારના ઢગલામાં મડદાંઓના ઢગલા ખડકાયા કર્યા. એક સમયના સર્વ શક્તિમાન લેખાતાં બેબિલેનનાં તમામ દેવો અને દેવીઓની મૂતિઓના ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા.
, આઈ,
કામ
,
:
-
-
-
- -
વિક છે
એસિરિયાને અંત:કાળ
એસેરિયાની શહેનશાહતનું જીવન હવે સર્વનાશ તરફ ધસવા માંડયું હતું. એરિયાની શહેનશાહને આશુરબાનીપાલે પિતાના મહાલયને આગ મૂકીને