________________
૩૮
અર્થ લખે છે, તે અર્થ સમજ વિનાનો છે. | (છ) બીજું કૃતકૃત્યમાં કૃત્યને અર્થ છે. ફર કરે છે, પણ તે
ટું છે. કેમકે ફરજો પુરી કરેલી હોય છતાં પિતાની અપૂર્ણ સ્થિતિને પૂર્ણ કરવાનું કામ જ્યાં સુધી ઉભું રહે છે, ત્યાં સુધી મોક્ષ નથી. માટે કૃત્યને અર્થ દરેક કાર્ય એ લેવાના છે. કૃતકૃત્ય એટલે હવે જેને કાંઈજ કરવાનું રહેતું નથી તે.
(જ) ચોથા ફકરામાં સાધુને પરોપકાર નિરત કહ્યા. એને અર્થ છે. બીજાને મદદ કરનારા એવું કહે છે, તેને બદલે શ્રેષ્ઠ ઉપકાર કરનારા (Benevolent) કહેવા જોઈએ. સાધુઓ ગૃહસ્થને તે મદદ કરનારા નહિ, પણ ઉપકાર કરનારા કહેવાય છે.
આ તે સામાન્ય ભૂલોનું દિગ્દર્શન છે, પણ પ્રેમ ના આ ભાષાંતરમાં આગળ ઉપર તે ઘણી અસહ્ય અનેક ગંભીર ભૂલ છે, જેને અહીં સંમાર્જવાને અવકાશ નથી. પણ તે ભૂલો આ વિવેચન-ગ્રંથ પરથી સમજી શકાશે. વિદ્રત-શરથ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના લેખમાં ભૂલો કાઢવા જતાં, કે એમના કરતાં સારો અર્થ બતાવવા જતાં પ્રેફેસરે પોતે કરેલી સંખ્યાબંધ ભૂલોનું અને ભાષાંતરમાં કરેલ અનેકાનેક તાવિક ખામીઓનું મુખ્ય કારણ તો અમને ગુરુગમને અભાવ લાગે છે. આ પંચસૂત્રકમાં બતાવેલ અવય કર્તવ્ય ગુરુની નિશ્રા વિના કેવળ ભાષાજ્ઞાનથી કે ઇધર ઉધરના પાના-પ્રસ્તાવના ઉથલાવી જવાથી ગંભીર જિનાગમના સાચા અર્થ સમજાઈ જાય એ માનવું મિથ્યા છે, અયુક્ત છે. ગીતાર્થ ગુરુઓના માર્ગદર્શન વિના વાચા કે કલમ ઉપાડવાનું પરિણામ કેટલું કટુ આવે છે, તે ઉપર બતાવ્યું છે. જે કોલેજના વિદ્યાથીઓ વાસ્તવ વિદ્વાન સાધુઓના સંસર્ગમાં નથી આવતા, તે આવા પ્રોફેસરના લેખથી કેવી વિધા પામે એ પણ સમજાય એવું છે. એવી વિધા પર બી. એ; એમ-એ; પી. એચ. ડી. ના વૈભવી બિરુદ આપતાં પહેલાં અને એવા પુસ્તકોને પાઠ્ય પુસ્તક બનાવવા પૂર્વે યુનિવર્સિટિએ