________________
જમાના માટે એવી કલ્પના કરવી સંગત નથી કે, બંનેએ પિતપતાની વૃત્તિ રચતી વખતે એકબીજાના ડાઘણા લિખિત ભાગને કઈ રીતે જોઈને કે સાંભળીને જ તેનું ખંડન અથવા મંડન કર્યું છે. એ તે સુનિશ્ચિત વાત છે કે, હરિભદ્ર અને ગધહસ્તી પહેલાં પણ તત્વાર્થભાષ્ય ઉપર અનેક વ્યાખ્યાઓ હતી, જે સંભવતઃ પ્રમાણમાં નાની અથવા કદાચ બહુ જ નાની હશે. હરિભદ્ર અને ગધહસ્તીની તસ્વાર્થભાષ્ય ઉપરની વ્યાખ્યાશૈલી પૂર્વધારશન્ય નથી. તેથી કરીને ભારે મતે તે બંનેનું અધિકાંશમાં સમકાલીનત્વ જ સંગત છે. જે તે બેમાંથી કેઈ એક વૃદ્ધ હોય, તે તે પણ ગધહસ્તી જ હોવાની સંભાવના છે. અનેક સમકાલીન તેમજ સમર્થ વિદ્વાન જન આચાર્યોની બાબતમાં એ જોવામાં આવ્યું છે કે, એક જણ બીજાથી પરિચિત હેવા છતાં, તે બીજાને નામનિર્દેશ પણ નથી કરતે. બધા એ પણ જોવામાં આવ્યું છે કે, ગ૭ભેદ, મંતવ્યભેદ, આચારભેદ આદિકારણેથી અથવા સમાન સામર્થના અભિમાનથી એક જણ સમકાલીન કે પૂર્વકાલીન બીજાને નામનિર્દેશ નથી કરતે. હરિભદ્ર અને ગંધહસ્તીની વચ્ચે પણ એવું જ કઈ ગુઢ રહસ્ય ન હોય, એવું નિશ્ચયપૂર્વક નથી કહી ? શકાતું. -
ઉક્ત બને વૃત્તિકારમાંથી ભલે કોઈ પણ વૃદ્ધ હોય, પરંતુ એટલું તે અવશ્ય જણાય છે કે, હરિભકની વૃત્તિ ગંધહસ્તીની વૃત્તિથી પહેલાં લખાઈ છે. એ વાત યશભદ્રના શિષ્યનાં ઉપર ટકેલાં વાક્યોથી જેમ સૂચિત થાય છે, તેમ પ્રવચનસારહારની વૃત્તિના એક વાક્યથી પણ તેનું સમર્થન