________________
નથી. તો પણ તત્વાર્થભાષ્ય ઉપરની તેમની બંનેની વૃત્તિઓમાં એટલું બધું શબ્દ સામ્ય છે કે, પ્રથમ દૃષ્ટિએ જેનાર એમ જ કહે કે, કોઈ એક બીજાની વૃત્તિને સંક્ષેપ યા વિસ્તાર કર્યો છે. પરંતુ તે પછી પ્રશ્ન એ થાય છે કે, બેમાને કેઈ એક, બીજાની વૃત્તિને સંક્ષેપક યા વિસ્તારક હય, તે એ પેલા બીજાનું નામ સુધ્ધાં ન લે, એ જૈનાચાર્યોને માટે કેવી રીતે સંભવી શકે? તેથી હજુ સુધી મારે નિર્ણય એ છે કે, હરિભદ્ર અને ગધહસ્તી બને સમકાલીન છે; બંનેના સમયમાં કોઈ ખાસ અતર નથી. ભલે એ બંનેમાં વય અને દીક્ષા સંબંધી ચેકત્વ-કનિકત્વ હોય તે બંનેની તસ્વાર્થભાષ્ય ઉપરની વૃત્તિઓનું શબ્દ-સામ્ય અથવા સંક્ષેપ-વિસ્તાર એક બીજાની કૃતિના અવલોકનનું પરિણામ નથી, તેમજ હરિભક્કે નથી ગંધહસ્તીને લક્ષ્યમાં રાખીને જ્ઞાનાવરણીયની સમ્યકતાવારક્તાનું ખંડન કર્યું, કે નથી ગંધહસ્તીએ હરિભને લક્ષ્યમાં રાખીને કુણિમાદિ આહારના સંગ્રહને નિરાસ કર્યો. તે બંનેએ પોતપિતાની વૃત્તિઓ તસ્વાર્થભાષ્યની અન્ય પૂર્વકાલીન ટીકાઓને આધાર લઈને સંક્ષેપ યા વિસ્તારથી રચી છે. બંનેની વૃત્તિઓમાં દેખાતું શબ્દસામ્ય પ્રાચીન સમાનસંપત્તિમૂલક છે. હરિભદ્ર દ્વારા નિરસ્ત કરવામાં આવેલું જ્ઞાનાવરણયની સમ્યકત્વાવારકતાવાળે મત કઈ પૂર્વ ટીકાકારને હશે, અથવા જૈનપરંપરામાં એવી માન્યતા પ્રથમથી પ્રચલિત હશે, જેનું વિશેષ સમર્થન ગંધહસ્તીએ કર્યું હશે. તે જ પ્રમાણે કુણિમાદિ આહારને સંગ્રહ પણ કોઈ પૂર્વ ટીકાકાર હોઈ શકે છે, અથવા એવી માન્યતા પહેલેથી પ્રચલિત હશે કે જેનો હરિભકે તે સ્વીકાર કર્યો, પરંતુ ગંધહસ્તીએ ન કર્યો. તે