________________
૧૮ ગંધહસ્તીના સમકાલીન, અથવા પૂર્વકાલીન એવા યાકિનીસૂનુથી ભિન્ન એવા હરિભજો પત્તો જ્યાં સુધી ન લાગે, ત્યાં સુધી તે અધૂરી વૃત્તિના રચયિતા યાકિનીનુ હરિભક જ માની શકાય છે. આ વિચારસરણીથી હુ પણ શ્રીમાન સાગરાન્દ્ર સુરિજીએ તારવેલા નિર્ણય ઉપર જ આવી પહોંચ્યો છું. પરંતુ, તેમણે ગંધહસ્તી સિદ્ધસેનથી હરિભદ્રની પૂર્વવર્તિતા બતાવનારી જે દલીલે આપી છે, તે આભાસપાત્ર છે. દાખલા તરીકે, તેમણે પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, જ્ઞાનાવરણીયની સમ્યકાવારકતાના મંતવ્યનું હરિભદ્ર ખંડન કર્યું છે (પૃ. ૪૨) પરંતુ સિદ્ધસેને તે મંતવ્યને સ્વીકાર્યું છે (પૃ. ૫૭), તેથી કરીને હરિભદ્ર સિદ્ધસેનથી પૂર્વવર્તી છે. શ્રીમાન સાગરાનંદજીનું આ કથન હરિભદ્રને સિદ્ધસેનથી પૂર્વવત કેવી રીતે સાબિત કરી શકે છે? તેનાથી તે એટલું જ સિદ્ધ થઈ શકે છે કે, જ્ઞાનાવરણયની સમ્યકત્વાવારકતાને હરિભદ્ર નિરાસ કર્યો છે, પરંતુ સિદ્ધસેને તેનું સમર્થન કર્યું છે. આ મુદ્દા વડે સાગરજી હરિભળે પૂર્વવર્તી બતાવવા ઈચ્છતા હોય, તે તેમણે પ્રથમ એ બતાવવું જોઈતું હતું કે, એ સમ્યકત્વાવારકતાવાળે મત, સિહસે પણ નથી, પરંતુ હરિભકના પૂર્વવર્તી અથવા સમકાલીન બીજા કેઈ છે. એ પ્રમાણે શ્રીમાન સાગરાનંદજીની કુણિમાદિ આહારના સંગ્રહ (૬-૧૬) વાળી દલીલ પણ પ્રસ્તુત પૌવપર્યમાં સાધક થતી નથી. સમુદાયાથ-અવયવાર્થ શબ્દરહિત (અધ્યાય ૬, સૂ૦ ૧૬ થી ૨ની) ભાષ્યવ્યાખ્યાને હરિભકૃત માની પણ લઈએ તેય, સિદ્ધસેને જે કુણિમાદિ આહારના સંગ્રહનું નિરસન કર્યું છે, તે હરિભકૃત સંગ્રહનું નથી. કારણ કે, હું આગળ બતાવીશ કે, હરિભદ્રકૃત વૃત્તિને સિદ્ધસેને જોઈ હોય,