________________
મળી આવેલાં નવા પ્રમાણેના આધારે આ વખતે ભારે મત પણ તે પરંપરાગત માન્યતાની તરફ જ વળે છે. અને પહેલા મારા સંદેહ હવે રહેતું નથી. જો કે શ્રીમાન સાગરાનંદજીએ ઉપર્યુક્ત સંસ્થા દ્વારા પ્રકાશિત તે લઘુવૃત્તિની પ્રસ્તાવનામાં આચાર્ય હરિભકને જ લઘુત્તિના પ્રણેતારૂપે કરાવ્યા છે તો પણ તેમની બધી દલીલો સમાનરૂપે સાધક નથી. અલબત્ત, તેમની કેટલીક દલીલો હરિભદ્રના લઘુકૃત્તિકર્તવ તરફ બલવાન સૂચન અવશ્ય કરે છે. તે લઘુવૃત્તિ યાકિનીસનુ હરિભની કૃતિ હેવા-ન હેવા બાબતને મારે પહેલાંને સદેહ મુખ્યતયા તે વૃત્તિની અંતિમ સમાપ્તિ કરનાર યભદ્રસૂરિના શિષ્યનાં નિમ્રલિખિત વાક્યોથી જ દૂર થયે છે. તે લખે છે કે, “આચાર્ય હરિભદ્ર શરૂઆતના સાડાપાંચ અધ્યાચેની ટીકા બનાવી, ભગવાન ગંધહસ્તી સિદ્ધસેને તે નવીનવાદેથી યુક્ત નવી જ ટીકા રચી. બાકીને ભાગ તેમાંથી આચાર્યો અને મેં ઉદ્ધત કર્યો.” આ વાક્યોના લેખક યશભદ્રના શિષ્યની જે ભૂલ ન થતી હોય, તે તે વાક્યોથી નીચેની ત્રણ વાત સ્પષ્ટ જણાઈ આવે છેઃ ૧. શરૂઆતના સાડાપાંચ અપ્યાની વૃત્તિના રચયિતા તે સમયે હરિભદ્રાચાર્ય જ મનાતા હતા; તેમણે ગંધહસ્તીની મેટી વૃત્તિની પહેલાં જ પિતાની વૃત્તિ લખી હતી, કે જે કઈ કારણથી પૂરી ન થઈ શકી. ૨. તે અધૂરી વૃત્તિને પૂર્ણ કરવાને બદલે ગધહસ્તીએ
૧. જુઓ આ ગ્રંથની પહેલી આવૃત્તિના પરિચયનું પા ૫.
૨. “હરિભદ્રવૃત્તિ”ની પ્રસ્તાવનાગત ૧, ૩, ૭, અને ૮ નબરની દલીલો..
૩. સંસ્કૃત પાઠ માટે જુઓ આ “પરિચય” પા પર.