________________
૪ અગર તેમની પછી તેમને માટે ગંધહસ્તી' વિશેષણ વાપરેલું હોય એમ લાગે છે. તેમના સમય વિષે ચક્કસપણે કહેવું અત્યારે શક્ય નથી. તેમ છતાં તેઓ સાતમા સૈકા અને નવમા સૈકાની વચ્ચે થયા હોવા જોઈએ, એ ચેપ્યું છે કારણ કે તેઓ પોતાની ભાષ્યવૃત્તિમાં વસુબંધુ આદિ અનેક બૌદ્ધ વિદ્વાનો ઉલ્લેખ કરે છે. તેમાં એક સાતમા સૈકાના ધર્મકીર્તિ પણ આવે છે. એટલે સાતમા સૈકા પહેલાં તેઓ નથી થયા એટલે તે નક્કી થાય છે. બીજી બાજુ નવમા સૈકાના વિદ્વાન શલાકે ગધહસ્તી નામથી તેમનો ઉલ્લેખ કર્યો છે. એટલે તેઓ નવમા સૈકા પહેલાં ક્યારેક થયેલા હેવા જોઈએ. આઠમા-નવમા સૈકાના વિદ્વાન યાકિનીસનું હરિભદ્રના ગ્રંથોમાં પ્રસ્તુત સિદ્ધસેનને લગતે ઉલ્લેખ જોવામાં આવ્યો નથી. અને પ્રસ્તુત સિદ્ધસેનની ભાષ્યવૃત્તિમાં એ હરિભદ્રને અગર તેમની કૃતિઓને ઉલેખ હજી જોવામાં આવ્યો નથી. તેથી વધારે સંભવિત એમ લાગે છે કે, યાકિની
૧. પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન વસુબંધુને “નિષકહી તેઓ निश छ-तस्मादेनःपदमेतत् वसुबन्धोरामिषगृद्धस्य गृद्धस्येवाऽप्रे
”િ “જ્ઞાત્તિપન્ય વહુવન” “તત્વાર્થભાષ્યવૃત્તિ પૃ૦ ૬૮૫૦ ૧ તથા ૨૯ નાગાર્જુનરિચિત ધર્મસંગ્રહ પૃ. ૧૩ માં આવતા આનત પાંચ પાપ, જેમનું વર્ણન શીલાંક સૂત્રકુતાગની (પૃ. ૨૧૫) ટીકામાં પણ આપે છે, તેમને ઉલ્લેખ પણ સિદ્ધસેન કરે છે; ભાષ્યવૃત્તિ ૫૦ ૧૭.
२. "भिक्षुवरधर्मकीर्तिनाऽपि विरोध उक्तः प्रमाणविनिश्चयादो" તત્ત્વાર્થભાષ્યવૃત્તિ પૃ. ૩૯૭, ૫૦ ૪
૩. જુઓ આ પરિચયમાં પા. ૫૧, નોંધ ૨.