________________
બિલકુલ નવી વૃત્તિ પૂર્ણરૂપે લખી, અને તેમાં નવા દાર્શનિક વાદને અધિક સ્થાન આપ્યું, કે જે હરિભદ્રીય લઘુવૃત્તિમાં ન હતું. ૩. હરિભદ્રની અધૂરી ટીકાને બાફીને ભાગ ગુરુ ચશેભદ્ર અને શિષ્ય સિદ્ધસેનીય વૃત્તિમાંથી જ ઉદધૃત કરીને પૂર્ણ કર્યો.
ઉપર સુચવેલા મુદ્દાઓ પરથી ફલિત એ થાય છે કે, યશોભદ્ર અને તેમને શિષ્ય બને ગંધહસ્તી સિદ્ધસેનના સમકાલીન હશે અથવા ઉત્તરકાલીન; પરંતુ તેમની સામે ગંધહસ્તીની મોટી વૃત્તિ વિદ્યમાન અવશ્ય હતી; તથા તે એવું પણ માનતા હતા કે, હરિભદ્રની વૃત્તિ અધૂરી હોવા છતાં ગંધહસ્તીએ તેને પૂર્ણ કરવાને બદલે નવી જ વૃત્તિ રચી. ચશભરના શિષ્યની લેખનશૈલીથી એટલું તે સ્પષ્ટ સૂચિત થાય છે કે, તે અધૂરી વૃત્તિના રચયિતા આ૦ હરિભક, યા તે ગધહસ્તીના પૂર્વકાલીન લેવા જોઈએ, અથવા તે સમકાલીન; કારણ કે એ સ્પષ્ટ લખે છે કે, હરિભદ્રીય વૃત્તિ પહેલેથી હતી, અને તે અપૂર્ણ પણ હતી; તે પણ ગંધહસ્તીએ તે તેને પૂર્ણ ન કરી, અને નવી તથા નવીનવાદસંકુલ વૃત્તિ જ લખી,
તે અધૂરી વૃત્તિના રચયિતા હરિભને સિદ્ધસેનથી પૂર્વ કાલીન માનીને અથવા સમકાલીન માનીને વિચાર કરીએ તે પણ એક જ નિર્ણય ઉપર પહોંચવું પડે છે કે, તે હરિભદ્ર ચાકિનીનુ જ હોઈ શકે છે, બીજા નહીં; કેમકે વિક્રમીયા નવમા સૈકામાં ગંધહસ્તીને સમય નિર્ણિત થાય છે. તે સમયે અથવા તેથી કંઈકે પહેલાં યાકિનીનુ હરિભદ્ર સિવાય બીજા કોઈ હરિભકને પત્તો ઇતિહાસમાંથી મળતો નથી. અલબત,