________________
પ્રસંગે ઉપર આપેલી દલીલેથી આપણે એ પણ જાણ્ય કે, ગધહસ્તી એ પ્રસ્તુત સિદ્ધસેન જ છે. એટલે બીજું કઈ ખાસ પ્રમાણ ન મળે ત્યાં સુધી, તેમની બે કૃતિઓ માનવા વિષે શંકા રહેતી નથીઃ એક તે આચારાંગવિવરણ જે અનુપલબ્ધ છે, અને બીજી તત્ત્વાર્થભાષ્યની ઉપલબ્ધ મેટી વૃત્તિ. એમનું “ગધહસ્તી' નામ કોણે અને કેમ પાડ્યું, તે વિષે ફક્ત કલ્પના જ કરી શકાય. એમણે પોતે તે પિતાની પ્રશસ્તિમાં ગધહસ્તી ૫૬ ચેર્યું નથી. તેથી એમ લાગે છે કે, જેમ સામાન્ય રીતે બધા માટે બને છે તેમ, તેમના માટે પણ બન્યું તેવું જોઈએ. એટલે કે, તેમના કઈ શિષ્ય કે ભક્ત અનુગામીએ તેમને ગંધહસ્તી તરીકે પ્રસિદ્ધ કર્યો હોય. એમ કરવાનું કારણ એ લાગે છે કે, પ્રસ્તુત સિદ્ધસેન સૈદ્ધાંતિક હતા અને આગમનું વિશાળ જ્ઞાન ધરાવવા ઉપરાંત આગમવિરુદ્ધ તેમને જણાતી ગમે તેવી તર્કસિદ્ધ બાબતનું પણ બહુ જ આવેશપૂર્વક ખંડન કરતા, અને સિદ્ધાંત પક્ષનું સ્થાપન કરતા. આ વાત તેમની તાર્કિક વિરુક્તી કહુક ચર્ચા જેવાથી વધારે સંભવિત લાગે છે. વળી તેમણે તત્ત્વાર્થભાષ્ય ઉપર જે વૃત્તિ લખી છે, તે અઢાર હજાર એકપ્રમાણ હેઈ ત્યાર સુધીમાં રચાયેલી તસ્વાર્થભાષ્ય ઉપરની બધી જ વ્યાખ્યાઓમાં કદાચ મોટી હશે. અને જે રાજવાર્તિક તથા કવાર્તિકના પહેલાં જ એમની વૃત્તિ રચાઈ હશે, તે એમ પણ કહેવું જોઈએ કે, તાવાર્થસૂત્ર ઉપરની ત્યાર સુધીમાં હયાત બધી જ શ્વેતાંબરીય દિગબરીય વ્યાખ્યાઓમાં એ સિદ્ધસેનની જ વૃત્તિ મટી હશે. આ મેટી વૃત્તિ અને તેમાં કરવામાં આવેલ આગમનું સમર્થન જોઈ, તેમના કોઈ શિષ્ય કે ભક્ત અનુગામીએ તેમની હયાતીમાં