________________
રચેલ તત્વાર્થ વ્યાખ્યા જોઈ લેવાની સૂચના કરી છે, તે . ગંધહસ્તી બીજા કેઈ નહિ પણ ઉપલબ્ધ ભાષ્યવૃત્તિના રચનાર ઉક્ત સિંહસેન જ છે. એટલે સન્મતિટીકામાં અભયદેવે તવાર્થ ઉ૫રની જે ગંધહસ્તીકૃત વ્યાખ્યા જોઈ લેવાની ભલામણ કરી છે, તે વ્યાખ્યા માટે હવે નષ્ટ કે અનુપલબ્ધ સાહિત્ય તરફ નજર દોડાવવાની જરૂર નથી. આ જ અનુસંધાનમાં એ પણ માનવું પ્રાપ્ત થાય છે કે, નવમા દસમા સિકાના ગ્રંથકાર શીલાકે પિતાની આચારાંગસૂત્ર ઉપરની ટીકામાં જે “ગંધહસ્તિત વિવરણને ઉલ્લેખ કર્યો છે, તે વિવરણ પણ તત્વાર્થભાષ્યની વૃત્તિના રચયિતા સિદ્ધસેનનું જ હેવું જોઈએ. કારણ કે, બહુ જ થોડું અંતર ધરાવતા શીલાંક અને અભયદેવ એ બન્ને ભિન્ન ભિન્ન આચાર્યો માટે ગધહસ્તીપદ વાપરે એ સંભવિત નથી, અને અભયદેવ જેવા બહુશ્રુત વિદ્વાને જન આગમાં પ્રથમ પદ ધરાવતા આચારાંગ- . . સૂત્રની પિતાની નજીકમાં જ પૂર્વે થઈ ગયેલા શીલાંકરિની રચેલી ટીકા જેઈ ન હોય એ પણ કલ્પવું કઠણ છે. વળી શીલાંકે, પિતે જ પિતાની ટીકાઓમાં જ્યાં જ્યાં સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિની ગાથાઓ ઉદ્દત કરી છે, ત્યાં કોઈ પણ
૧. જુઓ આ૦ શ્રીજિનવિજયજસંપાદિત તકલ્પના પ્રસ્તાવના પૂ૧૯, તથા પરિશિષ્ટ, શીલાંકાચાર્ય વિશે વધારે વિગત.”
૨. “રાત્રપરિણાવિવાતિવદુહ જ જાતિમા” તથા शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनमितीव किल वृतं पूज्यैः । श्रीगन्धहस्तिमित्रैर्वृणोमि ततोऽहमवशिष्टम् " ॥
– આચારાગટીકા ૫૦ ૧ તથા ૮૨ની શરૂઆત.