________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મા પહેલાં
સજ્જનતા સંસારની અનિત્યતામાં માત્ર નિત્યતારૂપ છે. સજ્જનતા માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે.
સજ્જનતા નીતિના માર્ગમાં સમજુ ભોમિયારૂપ છે. સજ્જનતા એ નિરંતર સ્તુતિપાત્ર લક્ષ્મી છે.
સજ્જનતા સઘળે સ્થળે પ્રેમ બાંધવાનું સબળ મૂળ છે.
સજ્જનતા ભવ પરભવમાં અનુસરવા લાયક સુંદર સડક છે.
20
૨૯
(બીજે સ્થળે એનું વિવેચન કરવા વિચાર છે.) એ સજ્જનતાને આપ સન્માન આપો છો. એ ખરેખર આ લખનારનું અંતઃકરણ ઠંડુ કરવાનું પવિત્ર ઔષધ છે.
પ્યારા ભાઈ ! તે સજ્જનતા સંબંધી મારામાં કાંઈ પણ જ્ઞાન નથી. તોપણ જે સ્વાભાવિક રીતે લખવું સૂઝ્યું તે અહીંયાં પ્રદર્શિત કરે છે.
વૃંદશતસમાં એક દોહરો એવા ભાવાર્થથી સુશોભિત છે કે “કાનને વીંધીને વધારી શકાય છે પરંતુ આંખને માટે તેમ થઈ શકતું નથી." તેવી જ રીતે વિદ્યા વધારી વધે છે પરંતુ સજ્જનતા વધારી વધતી નથી.
એ મહાન કવિરાજના મતને ઘણે ભાગે આપણે અનુસરીશું તો કાંઈ અયોગ્ય નહીં ગણાય. મારા મત પ્રમાણે તો સજ્જનતા એ જન્મની સાથે જ જોડાવી જોઈએ. ઈશ્વરકૃપાથી અતિ યત્ને પણ પ્રાપ્ત થાય છે ખરી. મન જીતવાની ખરેખરી કસોટી એ છે.
સજ્જનતા માટે શંકરાચાર્યજી એક શ્લોકમાં આવો ભાવાર્થ દર્શાવે છે કે એક ક્ષણ પણ, મૂર્ખના આખા જન્મારાના સહવાસ કરતાં, ઉત્તમ ફળદાયક નીવડે છે.
સંસારમાં સજ્જનતા એ જ સુખપ્રદ છે એમ આ લોક દર્શાવે છે.
“संसारविषवृक्षस्य द्वे फले
अमृतोपमे ।
काव्यामृतरसास्वाद आलापः सज्जैनः सह।।”
એ વિના પણ સમજી શકાય છે કે નીતિ છે-એ સકળ આનંદનું બંધારણ છે.
܀܀܀܀
૧૩
શ્રી શાંતિનાથ ભગવાન સ્તુતિ
પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા ત તત્ત્વ તારું; છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે,
Audio
બિરાજ્યા મહા શાંતિ
આનંદ ધામે
(અપૂર્ણ)